રશિયાના સતત હુમલા પછી આંતરરાષ્ટ્રીય સંગઠન નાટો એક્શનમાં ન આવતાં તેના આંતરરાષ્ટ્રીય સ્તરે તો અલગ-અલગ પ્રતિભાવ આપ્યા જ છે પરંતુ સોશિયલ મીડિયા પર જ નાટોની મજા લેવાઈ રહી છે તે લાજવાબ છે. ભારતના એક ઓટો ચાલકે જે રીતે નાટોની ફિરકી ઉતારી એ લોકોને તો ઠીક જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાને પણ મજા આપી ગઈ છે અને તેની ક્રિએટીવિટી પર લોકો વાહ વાહ કરી રહ્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ હાલ ભલે અટકી ગયું હોય પરંતુ દહેશત હજી ત્ચાંની ત્યાં જ છે. રશિયન સંરક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે લોકોને બહાર કાઢવા માટે આ હુમલો અટકાવવામાં આવ્યો છે. છેલ્લા 10 દિવસથી રશિયન સેના યુક્રેનના શહેરો પર સતત બોમ્બમારો કરી રહી છે.
વિશ્રવભરના શ્વાસ થંભાવી દેતી યુદ્ધ પરિસ્થિતિ બાદ પણ આંતરરાષ્ટ્રીય સંગઠન નાટો એક્શનમાં આવ્યું નથી. યુક્રેને નાટો પાસે સૈન્ય મદદ માંગી તો તેણે હાથ ઊંચા કરી દીધા. બસ આ ઘટનાક્રમ પર જ ભારતીય એક ઓટો ચાલકે નાટોની ફિરકી લીધી છે. એ લોકોને એટલી ગમી ગઈ અને વાઈરલ વીડિયો જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પણ ટ્વિટર પર શેર કર્યો. વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ મજા લઈ રહ્યા છે.
read more: હેલ્મેટ-સીટ બેલ્ટ વગર નીકળ્યા તો હેરાન થશો, 15મી સુધી પોલીસનું ચેકિંગ ડ્રાઈવ
ટ્વિટર પર લખ્યું છે કે, ‘ઓટો માત્ર ત્યારે જ કામ કરે છે જ્યારે જરૂર પડે, નાટો નહીં.’ આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ જબરદસ્ત વાઈરલ થઈ. આ ફોટા પર સેંકડો રીટ્વીટ અને હજારો લાઈક્સ મળી છે.
લોકો ઓટો ડ્રાઈવરના ભારે વખાણ કરી રહ્યા છે. તેની ક્રિએટીવિટીની પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ભારતના ઓટો ડ્રાઈવરો આંતરરાષ્ટ્રીય મુદ્દાઓથી પણ વાકેફ છે. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘મામલો આંતરરાષ્ટ્રીય વિચારસરણીનો સ્થાનિક છે.’