દુશ્મન દેશ પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર ભારતીય ટીવી ચેનલો અને અખબારોમાં છવાયેલી છે. સરહદની બંને પાર ટીવી ચેનલોમાં સીમા હૈદર વિશે દરરોજ નવા અપડેટ જાણવા લોકો ઉત્સુક છે. એ સમયે ફિલ્મ ‘ગદર 2’ લઈને આવી રહેલા અનિલ શર્મા પણ આ મુદ્દે મેદાનમાં આવ્યા છે. ફિલ્મ ‘ગદર 2’ની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના પ્રમોશન કરતાં એક એપિસોડમાં ફિલ્મના નિર્દેશક અનિલ શર્માએ તાજેતરમાં ઈન્ટરવ્યુ આપ્યો છે. ઈન્ટવ્યુમાં તેમને પાકિસ્તાનની નોઈડા પહોંચેલી સીમા હૈદર અંગે સવાલ પૂછવામાં આવ્યો જેનો તેમણે ખૂબ રસપ્રદ જવાબ આપ્યો.
પોતાની ધરતી પાકિસ્તાન છોડીને ભારત પહોંચેલી સીમાની વાત પણ કોઈ ફિલ્મથી ઓછી નથી. કરાચીથી નોઈડાના રબુપુરા પહોંચેલી સીમા હૈદર અત્યારે ભારત અને પાકિસ્તાન બંને તરફ મીડિયામાં છવાયેલી છે. સીમા પ્રકરણ અંગે ડિરેક્ટર અનિલ શર્માને જ્યારે સવાલ થયો ત્યારે તેમણે કહ્યું કે ‘સીમા ખૂબ બહાદુર છે. એક સ્ત્રી તેના પ્રેમને મળવા માટે પાકિસ્તાનથી ભારત આવી અને તે છોકરાએ પણ બાળકો સાથે સરહદ પારથી સ્વીકારી. પ્રેમની આ તાકાત માટે તેનું સ્વાગત થવું જોઈએ.
અનિલે તો તેનાથી પણ આગળ વધતા સીમા હૈદરના માનમાં કહ્યું કે, ‘હું એ યુવતીને તારા સિંહનું ( ગદરનું મુખ્ય પાત્ર) સ્ત્રી સંસ્કરણ માનું છું. પ્રેમમાં એટલી હિંમત હતી કે તે બીજા કોઈની પરવા કર્યા વગર પાકિસ્તાનથી ભારત પહોંચી ગઈ હતી. તે એટલું સહેલું નથી. ફિલ્મ જોયા પછી ભલે તેને પ્રેમ ન થયો હોય, પરંતુ ફિલ્મ જોયા પછી તેને હિંમત તો આવી જ હશે.