વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કારતક મહિનાની પૂર્ણિમા એટલે કે 8 નવેમ્બરે થશે. તે આંશિક રીતે ભારત સહિત ઘણા દેશોમાં જોઈ શકાશે. સુતક સવારે 8.20 થી શરૂ થશે. આ સમય દરમિયાન ધાર્મિક અથવા શુભ કાર્ય કરવામાં આવશે નહીં. ઘણી રાશિઓ પર પણ તેની અસર થવાની સંભાવના છે.
જ્યોતિષવિદ્ ધ્યાનગુરુ દિવ્યાંગ ભટ્ટ ( 9979856524)ના જણાવ્યા મુજબ, આ ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર બપોરે 2.41 કલાકે શરૂ થશે અને મોક્ષ સાંજે 6.18 કલાકે થશે. ભારતમાં તે સાંજે 5:32 થી 6.18 સુધી જ દેખાશે. તેમણે જણાવ્યું કે ગ્રહણ પહેલા સવારે 8.20 વાગ્યાથી સુતક શરૂ થશે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ મેષ રાશિમાં થશે. વૃષભ, મિથુન, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિ પર તેની વધુ અસર પડશે. આ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. તેઓ આરોગ્ય, નાણાકીય, કારકિર્દી અને વ્યવસાય પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
ચંદ્રગ્રહણના દિવસે મંગળ, શનિ, સૂર્ય, રાહુ સામસામે રહેશે. આવી સ્થિતિમાં ભારતની કુંડળીમાં સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્રનો સંયોગ તુલા રાશિ પર બની રહ્યો છે. આ સિવાય શનિ કુંભ રાશિમાં પાંચમા ભાવમાં અને મિથુન રાશિમાં નવમા ભાવમાં મંગળનો સંયોગ વિનાશક યોગ બનાવી રહ્યો છે. ચંદ્રગ્રહણનો આ સંયોગ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. યુદ્ધ અને મંદીની સંભાવનાઓને વધુ ઘેરી બનાવવા સાથે દેશ અને દુનિયા માટે હજી આગામી સમય પ્રતિકુળ જણાઈ રહ્યો છે.