નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન, અમેરિકા તેમજ ચીનની નાનપાઈ યુનિવર્સિટીના સંયુકત સંશોધન બાદ એક ચોંકાવનારો રિપોર્ટ બાયોસેફટી એન્ડ બાયોસિકયુરિટી જર્નલમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ઓમિક્રોન ઉંદરમાંથી માનવીમાં ફેલાયો છે.
read more : હવે કોરોના સામે હર્ડ નહી હાઈબ્રીડ ઈમ્યુનીટી પર જ લડવું પડશે
વિશ્વભરમાં પોતાના ઝડપભેર ફેલાવાને કારણે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ અંગે સતત ચિંતા વધી રહી છે. આ ચિંતાઓ વચ્ચે ચાઈનીઝ વૈજ્ઞાનિકોએ અમેરિકા સાથેના એક સંયુક્ત અભ્યાસ બાદ એવો દાવો કર્યો છે કે, ઓમિક્રોન એ ઉંદરમાંથી માનવમાં ફેલાયો છે. ઓમિક્રોનના ઉદ્ભવ અંગે ચાલી રહેલી તપાસમાં નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ ક્ન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અમેરિકા તથા ચીનની નાનપાઈ યુનિવર્સિટીના સંયુકત સંશોધનમાં આ ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે.
આ રિપોર્ટ બાયોસેફટી એન્ડ બાયોસિકયુરિટી જર્નલમાં પ્રસિધ્ધ પણ કરવામાં આવ્યો છે. રિસર્ચમાં જણાવ્યું હતું કે, ઓમિક્રોન કે જે 50થી વધુ મ્યુટેશન ધરાવે છે તે અગાઉના વેરિએન્ટમાં જોવા મળ્યું ન હતું અને તે કોઈ કોવિડના દર્દીના શરીરમાં મ્યુટેશન થયો હોય તેવું માનવામાં આવે છે. બીજી એક થિયરી અનુસાર, માનવને કોરોના થયા બાદ તેના કારણે કોઈ નજીકના પ્રાણી કે ઉંદર જેવા ઘરેલું પ્રાણીને ઈન્ફેકશન લાગ્યું હોય અને તે ઈન્ફેકશન તે ફરી એક વખત માનવીમાં આવ્યો હશે. ઉંદરના શરીરમાં તેનું મ્યુટેશન થયું હોય તેવું માનવામાં આવે છે.
અગાઉ કોરોનાના વાયરસ ઓરિજિનલ રીતે ચાઈનાની વુહાન લેબોરેટરીમાં જોવા મળ્યા હતા અને તે વુહાનની એનિમલ માર્કેટમાંથી ફેલાયા હોવાનું જણાવાયું હતું. જો કે, બીજી થિયરીમાં વુહાનની આ લેબમાંથી વાયરસ લિકેજ થયા હોય તેવું પણ માનવામાં આવે છે અને આ અંગે તપાસનું જો કે આ આખરી નિષ્કર્ષ ન કહી શકાય એટલે વધુ સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે.