બોલીવુડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ બેંગલુરુમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) મેગા ઓક્શનના પ્રથમ દિવસે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમની પ્રશંસા કરી હતી. પ્રીતિ ઝિન્ટા અંગત કારણોસર આ હરાજીમાં પહોંચી ન હતી. જોકે, તે ટીમ સાથે ઓનલાઈન જોડાયેલી હતી અને ટીવી પર હરાજીની પ્રક્રિયા જોઈ રહી હતી. આ દરમિયાન તેણે જોયું કે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના અધિકારીઓ કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે, તેથી તેણે આ માટે નીતા અંબાણીના વખાણ પણ કર્યા.
ટ્વિટર પર પ્રીતિ ઝિન્ટાએ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા બદલ હરાજીમાં હાજર મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી. પ્રીતિ ઝિન્ટાએ મુંબઈ ઈન્ડિયન્સની માલકીન નીતા અંબાણીની આંખોના વખાણ કર્યા. ટ્વીટમાં ઝિંટાએ લખ્યું, “આઈપીએલ ઓક્શન ટેબલ પર મુંબઈ ઈન્ડિયન્સને COVID 19 પ્રોટોકોલનું પાલન કરીને જોઈને આનંદ થયો. મારે કબૂલ કરવું જોઈએ કે નીતા અંબાણીની આંખો સુંદર છે.”
બીસીસીઆઈ અને આઈપીએલના આયોજકોએ મેગા ઓક્શન માટે માસ્ક ફરજિયાત બનાવ્યા હતા, પરંતુ આઈપીએલની 10માંથી 9 ફ્રેન્ચાઈઝી પાસે એક યા બીજા અધિકારી માસ્ક વગર હતા. તે જ સમયે, મુંબઈ ઈન્ડિયન્સના ટેબલ પર કોઈ વ્યક્તિ એવો નહોતો કે જેણે તેનો માસ્ક પહેર્યો ન હોય.