સુરત શહેરમા છેલ્લા ઘણા સમયથી ફોર વ્હીલર કારના કાચ તોડી તેમજ એક્ટીિવાની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ લેપટોપ સહીતનો કિંમતી સામાન ચોરી જવાના બનાવો પુષ્કળ પ્રમાણમાં વધી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ઘરફોડ સ્કવોડની ટીમ વર્ક આઉટ કરી રહી હતી એ દરમિયાન એક બાતમીના આધારે મોટા વરાછા, ક્રિશ્ના ટાઉનશીપ ચાર રસ્તા પાસેથી છ આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 3.30 લાખ, 3 બાઈક ઉપરાંત ગીલોલ, પેચીયું જેવા સાધનો યોગ્ય ખુલાસો ન મળતાં જપ્ત કર્યા હતા.
પોલીસે ઝડપેલા આરોપીઓમાં (૧) પ્રકાશ S/O નારાયણ મેકાલા (મુદ્રાજ) ઉં. ૩૧ ધંધો- બેકાર રહે પંચશીલ નગર ખુલ્લા પડાવમા, પરભણી શહેર નાાદેડ રોડ તા. પરભણી જી. પરભણી (મહારાષ્ટ્ર) મુળગામ- લીંગમપલ્લી કોતિાળા તા.લીંગમપલ્લી જી.મેદક (તેલાંગણા), (૨) રાજેશ પ્રભુ મેકાલા (મુદીરાજ) ઉ.૨૯ ધંધો- ઓટો ડ્રાઇવિંગ રહે શંકરપલ્લી ગાાંધીનગર આવાસ તા. શાંકરપલ્લી જી. હૈદરાબાદ (તેલાંગણા), (૩) ડેવીડ ઉફે પોલ S/O યાદાગીરી અંજૈયા બોનલા (મુદ્રાજ) ઉ. ૨૪ ધંધો- મજુરી રહે પંચશીલ નગર ખુલ્લા પડાવમા, પરભણી શહેર નાંદેડરોડ તા.પરભણી જી.પરભણી (મહારાષ્ટ્ર) મુળગામ-ચીકડપેલ્લી તા.જી. હૈદરાબાદ(તેલાંગાણા), (૪)રમેશ ઉફે અપ્પુ S/O રવિ થાલ્લા ઉ.૨૫ ધંધો- બેકાર રહે શાંકરપલ્લી રેલવેસ્ટેશનના બાજુમા ખુલ્લી જગ્યામાં, તા.જી. સાાંગ્ગારેડ્ડી (તેલાંગાના), (૫) રાજુ માસૈયા નારબોયના ઉ.૩૦ ધંધો- વાયરિંગ મજુરી રહે ગામ કપરાલા, તા. કાવેલી જી. નેલ્લુર (આંધ્રપ્રદેશ) (૬) અપ્પારાવ વસંતરાવ ગુડ્ડેટી ઉ.૪૭ ધંધો- મજુરી રહે કપરાલા, તા. કાવેલી જી. નેલ્લોર (આંધ્રપ્રદેશ)નો સમાવેશ થાય છે.
આરોપીઓની ઉલટ તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી કે, આશરે વિસેક દિવસ પહેલા આંધ્રપ્રદેશથી ટ્રેનમાં સુરત આવ્યા બાદ OLX પરથી જુની બાઈકની ખરીદી તેઓ મહારાષ્ટ્રના નાાંદેડ ચાલ્યા ગયા હતા. મહારાષ્ટ્રમાં ઓરંગાબાદ,નાંદેડ ખાતે કારના કાચ તોડી રોકડ રૂપિયા તેમજ બેગની ચોરી કરીને સુરત ખાતે આવી ગયા હતા. ત્યારબાદ આઠેક દિવસ અગાઉ સિટીલાઇટ વિસ્તારમાાં બેંક ઓફ બરોડામાંથી એક ઈસમ રોકડ ઉપાડી મોપેડની ડીકીમા મુકી લઇ જતો હતો ત્યારે આ ગેંગે તેમનો પીછો કર્યો હતો. મોપેડ પાર્ક કરતા જ ડીકીનુ લોક તોડી તેમાાંથી ૬,૦૦,૦૦૦/- રૂપિયા ચોરી લીધા હતા. ત્યારબાદ તેમણે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચોરીના ગુનાઓને અંજામ આપી આતંક મચાવી દીધો હતો.
સંખ્યાબંધ ગુનાઓ આચર્યા બાદ આ ગેંગ સુરતથી વડોદરા ગઈ હતી અને ત્યા પણ આ જ રીતે ઘણી બધી ચોરી કર્યા બાદત્યાથી ભરુચ ,કોસંબા,વાપી, બારડોલી, વલસાડ પહોંચી ત્યાં પણ ચોરીઓ કરી હતી. પોલીસે હાલ ફકત પ્રાથમિક પૂછપરછમાં જ 60થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ખરી વધુ ગુનાઓ ઉકેલાય તેવી આશા છે.