ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર T20 વર્લ્ડ કપ 2024માં ટકરાતી જોવા મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ સુપરહિટ મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાશે. જેની ભારત અને પાકિસ્તાનના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચની ટિકિટની કિંમત સાંભળીને ઘણા ચાહકો ચોંકી જશે. ખરેખર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચની ટિકિટ હવે ઉપલબ્ધ નથી. જ્યારે કેટલાક ચાહકો આ મેચ માટે માંગેલી કિંમત પણ ચૂકવવા તૈયાર છે. અમેરિકાના પ્રખ્યાત અખબાર યુએસએ ટુડેમાં આ સમાચાર પ્રકાશિત થયા છે. આ જોઈને તમને નવાઈ લાગશે.
વાસ્તવમાં, આ સમાચાર અનુસાર, જ્યાં એક ટિકિટની કિંમત 6 ડોલર હતી, તે હવે બ્લેક માર્કેટમાં 400 ડોલર (લગભગ 33,148 રૂપિયા)માં ઉપલબ્ધ છે. જ્યારે પ્રીમિયમ ટિકિટની કિંમત 400 ડૉલર હતી, હવે તે બ્લેક માર્કેટમાં 40,000 ડૉલર (લગભગ 33 લાખ રૂપિયા)માં ઉપલબ્ધ છે. તે જ સમયે, યુએસએના કેટલાક રિસેલ પ્લેટફોર્મ પર આ ટિકિટ બ્લેકમાં પણ વેચાઈ રહી છે. આ પ્લેટફોર્મ પર સૌથી મોંઘી ટિકિટની કિંમત $1,75,000 રાખવામાં આવી છે. જો આમાં વેબસાઈટ કમિશન પણ ઉમેરવામાં આવે તો આ ટિકિટની કિંમત ભારતીય રૂપિયામાં 1 કરોડ 40 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ 86 લાખ રૂપિયા સુધીની છે.
આ ટુર્નામેન્ટ 1થી 29 જૂન દરમિયાન રમાશે
ICC T-20 વર્લ્ડ કપ 1થી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાનાં 9 શહેરમાં રમાશે.બંને વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને વેસ્ટ ઈન્ડીઝના બાર્બાડોસ શહેરમાં રમાશે.
T-20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત 20 ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે, અગાઉ 16 ટીમ હતી. ઈંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે ભારત 2007માં ટૂર્નામેન્ટનું ટાઈટલ જીતી ચૂક્યું હતું.