કોમેડી ક્વીન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ડ્રગ્સ કેસને લઈને NCBએ ફરી એકવાર ભારતી અને હર્ષ પર સકંજો કસ્યો છે. NCGએ દંપતી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
મુંબઈ એનસીબીએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ ડ્રગ્સ કેસના સંબંધમાં દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ કપલની વર્ષ 2020માં ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર બહાર છે. પરંતુ હવે ફરી એકવાર ભારતી અને હર્ષની મુશ્કેલીઓ વધી રહી છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 2020 ના અંતમાં ભારતી અને હર્ષની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. ભારતી અને હર્ષના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 86.50 ગ્રામ ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો.