એક સાંસદની નકલી શૈક્ષણિક પ્રમાણપત્રો માટે ધરપકડ કરવામાં આવી છે. તેમના આરોપ છે કે તેમણે બિહારમાંથી ઉચ્ચ માધ્યમિક ડિગ્રી ખરીદી હતી અને તેનો ઉપયોગ ચીનમાં ઉચ્ચ અભ્યાસ માટે કર્યો હતો. બિલકુલ મુન્નાભાઈ એમબીબીએસની જ તર્જને યાદ અપાવતા આ ભોપાળામાં નેપાળના સાંસદ સુનિલ કુમાર શર્માની હવે આ ગુનાસર ધરપકડ કરવામાં આવી છે. ઘટના અંગે પોલીસ પ્રવક્તા કુબેર કદાયતે કહ્યું છે કે નેપાળ પોલીસના સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની એક ટીમે નેપાળના શાસક પક્ષના પ્રતિનિધિ સભાના સભ્ય સુનીલ શર્માની કાઠમંડુથી ધરપકડ કરી છે. CIBના વડા અને એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ (AIG) નેપાળ પોલીસ કિરણ બજરાચાર્યએ HOR અધ્યક્ષને નેપાળના બંધારણની કલમ 103(6) મુજબ શર્માની ધરપકડ અંગે પત્ર લખ્યો છે.
સીઆઈબીના જણાવ્યા મુજબ, કેટલાક ડોકટરોએ ભારતમાંથી નકલી શૈક્ષણિક પ્રમાણપત્રો સબમિટ કરીને નેપાળ મેડિકલ કાઉન્સિલમાં નોંધણી મેળવી છે અને તેના માટે કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં હાજરી આપી છે. એ જ રીતે, શર્માનું ISC પ્રમાણપત્ર પણ સામેલ છે, જે બિહારમાંથી બનાવવામાં આવ્યું છે અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન, સનો થીમી, ભટકાપુરમાંથી ચકાસાયેલ નથી. આ પ્રમાણપત્રના આધારે તેણે એમબીબીએસની ડિગ્રી પણ મેળવી હતી અને હવે તે ચીનમાં અભ્યાસ કરી રહ્યો હતો.