આજે સંબંધો એટલા નબળા બની રહ્યા છે કે નજીવી બાબતોમાં પણ કપલ્સ લવ ભૂલીને ઝઘડા કરી બેસે છે. નાની વાતોમાં આવીને બ્રેકઅપ કરવું પણ સામાન્ય બની ગયું છે. આજકાલ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે બ્રેકઅપ પછી છોકરો હોય કે છોકરી બંને ચેટ અથવા ઓડિયો વાયરલ કરે છે. લોકો તેમના સંબંધો વિશે દિલ ખોલીને કોમેન્ટ્સ પણ કરવા લાગે છે. કંઈક આવું જ જોવા મળ્યું જ્યારે છોકરીએ તેના બ્રેકઅપ દરમિયાન તેના બોયફ્રેન્ડની છેલ્લી વૉઇસ નોટ શેર કરી છે. આ વોઈસ નોટ સાંભળીને તમે બ્રેકઅપના કારણોથી હસી-હસીને થાકી જશો.
શેર કરવામાં આવેલી પોસ્ટ પર યુઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે છોકરો સાચો હતો અને કોઈ ખોટો. કોઈએ લખ્યું કે છોકરાની હિંમતની દાદ આપવી પડે કે આખરે તેણે પોતાની ગર્લફ્રેન્ડને રોકડું પરખાવી દીધું.