નેશનલ મેડિકલ કાઉન્સીલના 18 નવેમ્બર ૨૦૨૧ ના ગેજેટમાં (UGMEB/NMC/RULES & REGULATIONS/2021/),ગેજેટ આવ્યા પહેલા જે વિધાર્થીઓએ વિદેશમાં મેડિકલ અથવા પ્રિ-મેડિકલ માં એડમિશન લીધેલા હોય તેને વન-ટાઈમ રાહત આપવા સુરત સહિત રાજ્યભરના વાલીઓએ સરકારનું ધ્યાન દોર્યું છે. વાલીઓનું કહેવું છે કે, સરકારના બદલાયેલા ગેજેટના ફેરફારના ચક્કરમાં ફિલિપાઈન્સમાં મેડિકલના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. ત્રણ વર્ષના અભ્યાસ બાદ NEXT ની પરીક્ષામાં 13થી વધુ વિદ્યાર્થીઓને બેસવા નહીં દેવાતા વાલીઓ ચિંતામાં મુકાયા
વાલીઓનું કહેવું છે કે, મેડિકલના અભ્યાસ માટે વિદેશ ફિલીપાઇન્સ ગયેલા ભારતના અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મેડિકલના મોંઘા ભણતરને કારણે વાલીઓએ તેમના બાળકને વિદેશ ફિલીપાઇન્સ ભણવા મોકલ્યા હતા. હવે 2019 -20 -21ના બેચના સુરતના 400થી વધુ, રાજ્યભરના 3 હજાર સહિત દેશના 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગેજેટના ચક્રવ્યૂહમાં ફસાયા છે.
ફિલિપાઇન્સમાં મેડિકલના વિદ્યાર્થીઓને ગેજેટ પહેલાના એડમિશનવાળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની મનાઈ કરવામાં આવી છે. જે બાબતે વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ ચિંતા ઉપજાવી છે.
મેડિકલના અભ્યાસ માટે ભારતથી ફિલિપાઇન્સ પહોંચેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ ઉપર લાગ્યું છે. ફિલિપાઇન્સના ભારતના 13,000 થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની મનાઈ કરી દેવાતાં આ વિદ્યાર્થીઓને અટવાઈ જવાનો વારો આવ્યો છે.
વાલીઓનું કહેવું છે કે, મેડિકલના અભ્યાસ માટે ફિલિપાઇન્સમાં ગયેલા વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસ કરે છે જેમાંના 13,000 થી વધુ વિદ્યાર્થીઓ સરકારના બદલાયેલા ગેજેટને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા 18 નવેમ્બર 2021 પછી તબીબી શિક્ષણ નીતિને નિયંત્રણ કરવા ગેઝેટમાં ફેરફાર કરી નવું બહાર પાડ્યું હતું.
ગેઝેટના ફેરફારથી બદલાયેલા સંજોગોમાં મેડિકલના વિદ્યાર્થીઓને ફિલિપાઇન્સમાં પરીક્ષા ન આપવા દેવાતા વિદ્યાર્થીઓની સાથે દેશમાં વાલીઓ ચિંતામાં મુકાયા છે. વાલીઓએ માંગ કરી છે કે મેડિકલ અભ્યાસ માટે 18 નવેમ્બર 2021 પહેલા ફોરેન ગયેલા વિદ્યાર્થીઓને આ ગેજેટમાંથી વન ટાઈમ રાહત આપવામાં આવે જેથી તેઓ પરીક્ષા આપી શકે અને તેઓનું ભવિષ્ય પણ ન બગડે.
ગેજેટના ચક્કરમાં પોતાના સંતાનોનું ભાવિ અંધકારમય લાગતાં ચિંતિત વાલીઓએ કહ્યું કે, અમે તેમને લોન લઈ, મકાન વેચીને ભણાવવા વિદેશ મોકલ્યા છે.
ભારતમાં મેડિકલ શિક્ષણ મોંઘુ હોવાથી તેઓને વિદેશ મોકલવા પડ્યા છે. ભારતમાં દોઢથી બે કરોડ રૂપિયા મેડિકલના અભ્યાસ પાછળ ખર્ચવો પડે છે તેમ છતાં એડમિશન મળતું નથી. એ જ અભ્યાસ ફિલિપાઇન્સમાં 20 લાખમાં પૂર્ણ થતો હોવાથી અમારે બાળકોને ત્યાં મોકલવાની ફરજ પડી હતી. પરંતુ સરકારે ગેજેટના નિયમોમાં ફેરફાર લાવી અમારા બાળકોનું ભવિષ્ય દાવ પર મૂકી દીધું છે.