આજે જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે, નાણાકીય જગત સાથે સંકળાયેલા અનેક નિયમોમાં ફેરફાર થશે. આ નિયમોમાં ITR રિટર્ન ઉપરાંત GST અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટના નિયમોનો પણ સમાવેશ થાય છે. 1 ઓગસ્ટ, 2023 થી, GST, ચુકવણી પ્રણાલી સંબંધિત વિવિધ ફેરફારો અમલમાં આવશે, તેમજ LPG, PNG અને કોમર્શિયલ ગેસના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. જાણો 1 ઓગસ્ટથી આવતાં મુખ્ય ફેરફારો વિશે.
જીએસટીના નિયમો બદલાશે
સરકારની જાહેરાત મુજબ, 1 ઓગસ્ટ, 2023 થી, 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓએ ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ આપવા પડશે. આવી સ્થિતિમાં, જીએસટીના દાયરામાં આવતા વેપારીઓએ સંબંધિત નિયમો વિશે વિગતવાર જાણીને ઈલેક્ટ્રોનિક ઈનવોઈસ તૈયાર કરવું જરૂરી છે.
આઈટીઆર ફાઈલ નથી કર્યું તો ભરવો પડશે દંડ
આજે એટલે કે 31 જુલાઈ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે, તેથી 1 ઓગસ્ટથી આઈટીઆર ફાઈલ કરનારા લોકોએ દંડ ભરવો પડશે. જો 5 લાખ રૂપિયાથી વધુની આવક ધરાવતા લોકો આજે મધરાત 12 સુધીમાં આઈટીઆર ફાઈલ નહીં કરે તો તેમને આવતીકાલથી આમ કરવા બદલ 1 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. સરકારે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ લંબાવવાની કોઈ જાહેરાત કરી નથી.
બેંકોમાં 14 દિવસની રજાઓ
રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ સહિતના વિવિધ તહેવારોને કારણે ઓગસ્ટમાં બેંક શાખાઓ 14 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. જો કે, આ 14 દિવસની રજાઓમાં બેંકોની ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે.
પીએનજી અને સીએનજીના ભાવોમાં પણ ફેરફારની સંભાવના
ઓગસ્ટમાં એલપીજી તેમજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે. તેલ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. આ સિવાય પીએનજી અને સીએનજીના દરોમાં પણ ફેરફાર થઈ શકે છે.
21મેથી સ્થિર પેટ્રોલ અને ડીઝલનો પણ બદલાઈ શકે છે ભાવ
ઓઈલ કંપનીઓ દર મહિનાની છેલ્લી તારીખે મધ્યરાત્રિએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. આવી સ્થિતિમાં 1 ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 21 મેથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે.
ક્રેડિટ કાર્ડ કેશબેક સંબંધિત નિયમોમાં ફેરફાર થશે
જો તમે એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો પણ તમારા ખિસ્સા પર વિપરીત અસર થશે. નવા નિયમો અનુસાર, એક્સિસ બેંક અને ફ્લિપકાર્ટથી ખરીદી કરનારા લોકોને 12 ઓગસ્ટથી ખરીદી પર કેશબેક મળશે.