બ્રિટનમાં નાગરિક ભારતીય મૂળના પોલીસ અધિકારી લંડનના પોલીસ કમિશનર પદની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. લંડન પોલીસમાં એશિયન મૂળના સૌથી વરિષ્ઠ અધિકારી અનિલ કાંતિ નીલ બાસુને નજીકના દિવસોમાં લંડનના પૂર્વ પોલીસ કમિશનર ક્રેસિડા ડિકના સ્થાને આ પદ પર નિયુક્ત કરાય તેવી શક્યતા છે.
ક્રેસિડા બ્રિટનના સૌથી મોટા પોલીસ દળનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા હતા. જો કે, લંડન પોલીસ સામે બળજબરી, દુષ્કર્મ અને જાતિવાદના આરોપો સામે આવ્યા બાદ તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. લંડન પોલીસ કમિશનરનું પદ હાલ ખાલી છે. હવે 53 વર્ષીય અનીલ બાસુ આ પદની રેસમાં સૌથી આગળ છે.
read more: પ્રખ્યાત ઉદ્યોગપતિ રાહુલ બજાજનું અવસાન, 2001માં પદ્મ ભૂષણ સન્માન થયું હતું
બાસુ હાલમાં લંડન મેટ્રોપોલિટન પોલીસમાં આસિસ્ટન્ટ કમિશનર (ઓપરેશન સ્પેશિયાલિસ્ટ) તરીકે ફરજ બજાવે છે. તેમના પિતા, એક સર્જન હતા અને 1960ના દાયકામાં લંડનમાં સ્થાયી થયા હતા. તેમણે વેલ્સની એક નર્સ સાથે લગ્ન કર્યા. અનિલનો જન્મ 1968માં યુકેમાં થયો હતો.
અનીલે નોટિંગહામ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ 1992માં પોલીસ ફોર્સમાં જોડાયા હતા અને ટૂંક સમયમાં જ તેમને આતંકવાદ વિરોધી અને ઓપરેશન્સ સ્પેશિયાલિસ્ટ ટીમના વડા બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેઓ યુકેની પોલીસ કોલેજમાં ડાયરેક્ટરના હોદ્દા પર રહ્યા.