જો તમને પણ ઈન્સ્ટન્ટ લોન આપતી એપ્સથી કંટાળ્યા છો ત્રાસ અનુભવો છો અને એ તમારા માટે સમસ્યા છે, તો તમારા માટે રાહતભરી સમાચાર છે. ભારતમાં તમામ પ્રકારની ઇન્સ્ટન્ટ લોન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવશે. સરકારે ગૂગલ અને એપલને ઓર્ડર આપી દીધાં છે. લોન એપની જાળમાં ફસાવી લોકો સાથે થતી છેતરપિંડીના કિસ્સાઓને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય લીધો છે.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, ” ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર ઢગલાબંધ એપ્લિકેશન્સ છે. આ એપ્લિકેશનની છેતરામણી જાળમાં ભારતીયો ફસાઈ જાય છે. અમે એપ્લિકેશનના એક સેટને ટ્રેક કરી રહ્યા છીએ જે લોન એપ્લિકેશન છે.
રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આ એપ્સને સંપૂર્ણપણે દેશમાંથી નેસ્તનાબૂદ કરવા, શક્ય તેટલી ઝડપભેર આરબીઆઈ સાથે બેઠક યોજવામાં આવશે. એક યાદી તૈયાર કરવામાં આવશે. આ યાદી આવી ગયા બાદ એવી સ્પષ્ટ ગોઠવણ થશે કે ફક્ત તે એપ્લિકેશનો તાત્કાલિક લોન આપી શકશે જેનો આ યાદીમાં અમે સમાવેશ કર્યો છે. ફક્ત એટલું નહીં પરંતુ ઈન્સ્ટન્ટ લોન આપવા માટે અન્ય કેટલાક માપદંડ પણ ઘડવાના બાકી રહે છે.
તેમણે વધુમાં કહ્યું, ‘અમે ગૂગલ અને એપલ બંને એન્જિન માટે એક એડવાઈઝરી જારી કરી છે કે તેઓ પ્લેસ્ટોર પર અસુરક્ષિત એપ્લિકેશન્સ અથવા ગેરકાયદેસર એપ્લિકેશન્સની સૂચિબદ્ધ ન કરે. અમારી સરકારનો એ હેતુ અને મિશન છે કે અમે તમામ ‘ડિજિટલ નાગરિકો’ માટે ઈન્ટરનેટને સુરક્ષિત અને વિશ્વસનીય રાખવા માંગીએ છીએ.