રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, (નાલ્સા)ના નિર્દેશ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતામંડળ, ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા.૦૯/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સુરત શહેરની તમામ કોર્ટમાં તથા તાલુકા મથકની તમામ કોર્ટમાં વિવિધ પ્રકારના કેસોનો સમાધાનથી તેમજ સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ સિટિંગ દ્વારા નિકાલ કરવા રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
લોકઅદાલતમાં ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો, નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટની કલમ ૧૩૮ અન્વયેના કેસો, બેંકના નાણા વસુલાત, મોટર અકસ્માત, લેબર ડિસ્પ્યુટ, વોટર અને ઈલેક્ટ્રીસિટી બિલના કેસો(બિનસમાધાનપાત્ર સિવાયના) ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ, લગ્નવિષયક તકરાર, લેન્ડ એક્વિઝીશન એક્ટના કેસો, સર્વિસ મેટર(પગાર,ભથ્થા અને નિવૃતિ લાભો સબંધિત), રેવન્યુ કેસો અન્ય સિવિલ કેસો(રેન્ટ,ઈઝમેન્ટરી રાઈટસ, મનાઈ હુકમદાવા, સ્પે.પર્ફોમન્સના દાવા) વિગેરે પ્રકારના કેસોનો નિકાલ કરવામાં આવશે.
એ ઉપરાંત સીસીટીવી કંટ્રોલરૂમ, સુરત ઘ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એકટ મુજબ આપવામાં આવતા ઈચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોકઅદાલતમાં ભરી શકશે તેમજ સંભવ ઈનીએટીવ તથા જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે મળી રૂબરૂ તથા ટેલીફોનીક માઘ્યમથી ઈ–ચલણ ભરવા માટે લોકોને શિક્ષીત કરવામાં આવશે.આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ–ચલણના નાણાની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી તેનો લોકો લાભ લઈ શકેશે.
રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થશે જેથી કોઈ પક્ષકાર પોતાના કેસો લોક અદાલતમાં મુકવા માંગતા હોય તો તેઓ જે તે અદાલતામાં અથવા તો જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ,સુરત તથા જે તે તાલુકા કાનૂની સેવા સમિતીનો સંપર્ક કરી પોતાનો કેસો આગામી રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકી શકશે.
સુરત શહેર-જિલ્લાના વધુમાં વધુ નાગરિકો લોક અદાલતમાં પોતાના કેસો માટે લાભ લે અને તકરારનો અંત લાવે એમ જિલ્લા કાનૂની સેવા સતામંડળ-સુરતની યાદીમાં જણાવાયું છે.