જીવન વીમા નિગમ (LIC)ના પ્રારંભિક જાહેર ઓફર (IPO)ની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. હકીકતમાં, કંપનીના IPOની લોન્ચિંગ તારીખ જાહેર થઈ ગઈ છે.
IPOનું લોન્ચિંગ 4 મેએ થશે, જે 9 મેના રોજ બંધ થવાની સંભાવના છે. IPO દ્વારા સરકાર જાહેર ક્ષેત્રની કંપનીમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચશે. આ સાથે સરકારને 21,000 કરોડ રૂપિયા મળશે. IPOના આધારે LICનું મૂલ્યાંકન રૂ. 6 લાખ કરોડ થાય છે.
રોઇટર્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે LICના ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ બુધવારે જાહેર થવાની શક્યતા છે. જોકે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઈશ્યુની કિંમત 950-1000 રૂપિયા હોઈ શકે છે.
LIC મેનેજમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ, રાજકોટ, કોલકાતા સહિત ભારતના છ શહેરોમાં રોડ શો શરૂ કરશે, જ્યાં તેઓ બુધવારથી સંભવિત રોકાણકારો અને વિશ્લેષકોને મળશે. આ રોડ શો આ સપ્તાહના અંત સુધીમાં પુરો થવાની શક્યતા છે.
LICનું લિસ્ટિંગ 15 મે સુધીમાં થવાની ધારણા છે. અગાઉ, ફાળવણીની તારીખે, રોકાણકારો જાણી શકશે કે તેમને IPO મળ્યો છે કે નહીં. જો IPO ફાળવવામાં નહીં આવે, તો પૈસા પરત કરવામાં આવશે.