વર્ષ 2024નું છેલ્લું સૂર્યગ્રહણ આજે 2 ઓક્ટોબર 2024ના રોજ થઈ રહ્યું છે. આ એક વલયાકાર સૂર્યગ્રહણ છે જેને રીંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. આ સૂર્યગ્રહણ પિતૃઅમાસ પર થાય છે. સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે રાત્રે 09:13 વાગ્યે શરૂ થશે અને 03:17 વાગ્યા સુધી ચાલશે. આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં થઈ રહ્યું છે. જાણો આ સૂર્યગ્રહણની તમામ રાશિઓ પર શું શુભ અને અશુભ પ્રભાવ પડશે.
મેષ
આ સૂર્યગ્રહણ મેષ રાશિ માટે સારું નથી. તેમને માનસિક અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. તેથી, સમજદારીપૂર્વક રોકાણ કરો.
વૃષભ
આઈટી, ફિલ્મ, ગ્લેમર અને મીડિયા સાથે જોડાયેલા લોકો માટે સમય ખૂબ જ શુભ છે. મોટી સફળતા મળી શકે છે. ધંધો સારો ચાલશે. જીવનસાથી સાથે સંબંધ વધુ ગાઢ બનશે.
મિથુન
સૂર્યગ્રહણ મિથુન રાશિ માટે મિશ્ર અસર આપશે. કેટલાક કામ અટકી શકે છે. તમારે વધુ મહેનત કરવી પડશે. માતાના સહયોગની જરૂર પડશે.
કર્ક
પત્રકારત્વ અને ગ્લેમર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ છે. આર્થિક લાભ પણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ગરીબોને દાન કરો.
સિંહ
મીડિયા, બેંકિંગ, ફાઇનાન્સ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. આર્થિક લાભ થશે. જો કે સ્વાસ્થ્ય બગડી શકે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓએ કાળજી લેવી જોઈએ.
કન્યા
સરકારી નોકરી કરનારાઓને ફાયદો થશે. રાજકારણમાં સક્રિય લોકો માટે પણ સમય સારો છે. અન્યને કામમાં સંઘર્ષ કરવો પડી શકે છે.
તુલા
ફિલ્મ ઉદ્યોગ, મનોરંજન, ફેશન અને ગ્લેમરના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. નોકરીયાત વર્ગ માટે ઓફિસમાં કેટલાક કામ અટકી શકે છે. ગરીબોને ચોખા, ખાંડ, દૂધનું દાન કરો.
વૃશ્ચિક
ડ્રગ્સથી દૂર રહો. કોઈની સાથે વાદવિવાદ ન કરો. અસ્થમાના દર્દીઓએ કાળજી લેવી જોઈએ. વિવાહિત જીવનમાં મતભેદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
ધન
ખર્ચમાં વધારો થશે.અટકેલા કામ પૂરા થઈ શકે છે. સંઘર્ષ પછી જ સફળતા મળશે. વિદ્યાર્થીઓ તથા ફ્રેશર્સને નોકરી મળી શકે છે.
મકર
જે લોકો પોતાની કારકિર્દીમાં સંઘર્ષનો સામનો કરી રહ્યા છે તેઓએ વિવાદોથી દૂર રહેવું જોઈએ. લવ લાઈફ સારી રહેશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.
કુંભ:
વ્યાપારીઓ માટે દિવસ સારો છે. આર્થિક લાભ થશે. વરિષ્ઠ તમારી મહેનતથી ખુશ થશે. સ્પર્ધામાં તમને સફળતા મળી શકે છે.
મીન
માનહાનિ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બ્લડ સુગર ડિસ્ટર્બ થઈ શકે છે. આ દિવસ ધીરજ સાથે વિતાવો.