દરેક ગ્રહ પોતાની નિશ્ચિત અવધિ બાદ રાશિ પરિવર્તન કરે છે. શનિદેવ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. તેમને ફરી એ જ રાશિમાં પાછા ફરતા 30 વર્ષ લાગે છે. કર્મફળદાતા હાલમાં તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે. એ સંજોગોને આધિન શનૈશ્ચર શશ રાજયોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચના થઈ રહી છે. લગભગ 30 વર્ષ પછી કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચના થઈ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્મકુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચના શુભ છે. જીવનના ઘણા ક્ષેત્રોમાં આ મહાયોગથી લાભ થાય છે. જોકે ત્રણ રાશિઓ એવી છે જેને કેન્દ્ર ત્રિકોણ રાજયોગથી 2024માં અણધાર્યો ફાયદો થવા જઈ રહ્યો છે.
મિથુન- મિથુન રાશિના જાતકોને 2024માં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ વિશેષ ફળ મળવા જઈ રહ્યું છે. તમે તમારા કામને તમારી ઈચ્છા મુજબ પૂર્ણ કરવામાં સફળ રહેશો. જો પરિણીત છો, તો તમને તમારા સાસરિયાઓ તરફથી સન્માન મળશે. યુવાનોને કાર્યમાં સકારાત્મક પરિણામ મળશે. મનોરંજનમાં સમય પસાર થશે.
તુલા- તુલા રાશિ માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ લાભદાયક રહેવાનો છે. અત્યાર સુધીના તમામ બગડેલા કાર્યો સવળા થવા લાગશે. સકારાત્મક્તા દાખવશો તો મોટા ફાયદામાં રહો એ ચોક્કસ છે. સાસરિયાઓ સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ જશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. આળસ ત્યજીને તબિયત સાચવવી પડે.
કુંભ- કેન્દ્ર ત્રિકોણ રાજયોગના પ્રભાવથી વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા કુંભ રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે. વેપારમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે. નોકરી મેળવવા માટે કરેલા પ્રયત્નો સકારાત્મક પરિણામ આપી શકે છે. ગુસ્સા પર સખત કાબૂ રાખવો. કૌટુંબિક જીવનમાં ખુશીઓ લહેરાશે.