જમ્મુ અને કાશ્મીર પ્રશાસને અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા યાત્રાળુંને ‘શું કરવું અને શું નહીં’ની સલાહ આપી છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને શ્રદ્ધાળુઓને દરરોજ મોર્નિંગ વોક કરવા અને ઊંચાઈ પર ફિટ રહેવા માટે શ્વાસ લેવાની કસરત કરવા જણાવ્યું છે. સાવચેતીના પગલાંનું વર્ણન કરતાં, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવો લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને નીતિશ્વર કુમારે કહ્યું કે શ્રદ્ધાળુંઓને સવારે ચાલવા માટે કહેવામાં આવ્યું છે અને શ્વાસ લેવાની કસરત કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત તેમણે ભક્તોને તેમના ગરમ વસ્ત્રો, ખાવા-પીવાની વસ્તુઓ રાખવા પણ કહ્યું છે.
આ વર્ષે અમરનાથ યાત્રા 30 જૂન, 2022થી શરૂ થશે. આ યાત્રા 11 ઓગસ્ટ, 2022 ના રોજ રક્ષાબંધનના અવસર પર સમાપ્ત થશે. નીતીશ્વર કુમારની ટિપ્પણી ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા દરમિયાન 90 થી વધુ યાત્રાળુંઓના જીવ ગુમાવ્યા પછી આવી છે. નીતિશ્વર કુમારે કહ્યું કે, જે તીર્થયાત્રીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓએ દરરોજ લગભગ 4 થી 5 કલાક મોર્નિંગ વોક કરવું જોઈએ. કારણ કે તમારી જાતને ફિટ કરવી ખૂબ જ જરૂરી છે.
પવિત્ર ગુફા 12700 ફૂટ પર છે જ્યારે તમારે તમારા માર્ગમાં 14,000 અથવા 15,000 ફૂટનું અંતર પાર કરવું પડશે. તેમજ તેમણે શ્રદ્ધાળુઓને ઊંડા શ્વાસ લેવાની કસરત કરવા જણાવ્યું છે, કારણ કે આટલી ઊંચાઈએ ઓક્સિજનની અછત છે.
વરસાદ દરમિયાન પ્રદેશમાં અવારનવાર તાપમાનમાં થતા ઘટાડાને ટાંકીને મુખ્ય સચિવે યાત્રાળુઓને સાવચેતીના પગલા તરીકે ગરમ વસ્ત્રો સાથે રાખવાનું સૂચન કર્યું છે. જ્યારે પ્રવાસ દરમિયાન વરસાદ પડે છે ત્યારે તાપમાન 5 ડિગ્રીની આસપાસ ઘટી જાય છે. તેથી આને ધ્યાનમાં રાખીને, તમારા ગરમ કપડાં તમારી સાથે લાવો. વૉકિંગ સ્ટીક, જેકેટ અને ખાદ્યપદાર્થો સાથે લાવવાની ખાતરી કરો. ડિહાઇડ્રેશન ટાળવા માટે તમારી જાતને હાઇડ્રેટેડ રાખો.