સામાજીક નજરે આ પ્રકારના સંબંધો ભલે અનૈતિક ગણાતા હોય પરંતુ તે ભૂમિકા પર કોઈ પોલીસમેનને નોકરીમાંથી દૂર કરી શકાય નહી. અનૈતિક સંબંધો એ નોકરીની ગેરવર્તણુંક એ અશિસ્ત નથી જે નોકરી ગુમાવવાનું કારણ બની શકે, ગુજરાત હાઈકોર્ટે લગ્ન બહારના સંબંધો અંગે મહત્વના ચૂકાદામાં આ તારણ રજૂ કર્યું હતું.
ગુજરાત પોલીસદળના એક કર્મચારીના અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધ હતા. આ પોલીસ કર્મચારીને પોલીસ ફોર્સની નોકરીની ગેરશિસ્ત- ગેરવર્તણુંક ગણાવી નોકરીમાંથી પાણીચું આપી દેવાયું હતું. આ કેસમાં નિરીક્ષણ બાદ તેની બરતરફી રદ કરી અને પોલીસ કોન્સ્ટેબલને તેની ગુમાવેલી નોકરીના 25% પગાર સાથે પુન: ફરજ પર લેવા આદેશ આપ્યો હતો.
અમદાવાદના શાહીબાગ પોલીસ હેડકવાર્ટરમાં રહેતા કોન્સ્ટેબલને તેની જ કોલોનીમાં રહેતા એક વિધવા સાથે સંબંધ હતા. વિધવા મહિલાના પરિવારને શંકા જતાં હિડન કેમેરાથી સીસીટીવી વોચ ગોઠવી હતી. આ પ્રકારના પુરાવા એકત્રિત કર્યા બાદ પોલીસ કમિશ્નરને 2012માં ફરિયાદ કરી હતી.
read more: રામની જગ્યાએ પ્રોફેસરે પોતાની અને સીતાની જગ્યાએ પત્નીની તસ્વીર લગાવી
તપાસમાં બન્નેના સંબંધો સહમતીથી હોવાનું બહાર આવ્યું હતું. એમછતાંય પોલીસ વિભાગે ખાતાકીય તપાસ વગર જ તેને શો કોઝ નોટીસ આપી હતી. આ નોટીસમાં મહિલાના શોષણ તથા બાળકો અને વૃદ્ધો તથા મહિલાઓને સુરક્ષા પાડવામાં ફરજ ચૂક માટે જવાબદાર ગણાવાયા હતા. તેને ફરજ પર ચાલુ રખાય તો પોલીસ દળની પ્રતિષ્ઠા તથા લોકોના વિશ્વાસને ઠેસ પહોંચશે એમ પણ ઉલ્લેખ કરાયો હતો.
કોન્સ્ટેબલે આ નોટીસ સામે અદાલતમાં ન્યાય માટે અરજી કરી હતી. અરજીમાં નોકરીમાંથી બરતરફ કરવામાં જે ખાતાકીય પ્રક્રિયા છે તે ફોલો થઈ નથી. ઉપરાંત તેના સંબંધો એ પરસ્પર સહમતીના હતા, તેમાં કોઈ શોષણ કે બળજબરી નથી એમ તેણે જણાવ્યું હતું. આ કેસમાં ન્યાયમૂર્તિ સંગીથા વિશેને જણાવ્યું કે એ વાસ્તવિકતા છે કે અરજદાર એ એક શિસ્તબદ્ધ દળનો ભાગ છે અને તે શું જે કૃત્ય છે તે સામાજીક દ્રષ્ટીએ અનૈતિક છે પણ તેના પોલીસ દળની ગેરવર્તણુંક કે ગેરશિસ્તની વ્યાખ્યામાં લાવવી મુશ્કેલ છે.
આ એક વ્યક્તિગત ખાનગી સંબંધો અને તેમાં કોઈ શોષણ થયું નથી. સુપ્રીમ કોર્ટ સહિતની અદાલતોના લગ્ન સંબંધ બહારના અનેક સંબંધો પરના ચુકાદાનું વિશ્લેષણ કર્યા બાદ પોલીસ વડાના આદેશને રદ કર્યો હતો અને જણાવ્યું કે આ પ્રકારના સંબંધને ‘ગેરવર્તણુંક’ ગણીએ સર્વિસ રૂલ 1971 મુજબ યોગ્ય નથી. ઉપરાંત પોલીસ દળે બરતરફી પુર્વ યોગ્ય પ્રક્રિયા હાથ ધરી નથી. પોલીસ વડાના આદેશને કોપી પેસ્ટ જેવો ગણાવીને રદ કર્યો હતો.