કોઇપણ પોસ્ટ ફોરવર્ડ કરતા પહેલા તેની યોગ્યતા ચકાસવી જરૂરી છે અને એટલે જ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ ફોરવર્ડ કરનાર પણ જવાબદાર માનવામાં આવે મદ્રાસ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એન.આનંદ વ્યંકટેશે તેમના ચુકાદામાં આ નોંધ સાથે પૂર્વ ધારાસભ્ય સામેની ફરિયાદ રદ્દ કરવા હાઇકોર્ટ કર્યો છે.
સોશિયલ મીડિયાના ઉપયોગ કરતી વખતે જવાબદારીપૂર્વક વર્તન હોવું જોઈએ. કોઈપણ મેસેજ, પોસ્ટ કે વિડીયો કે ફોટોગ્રાફ વગેરે ફોરવર્ડ કરતા પહેલા એ કોઇની માનહાની કરતું ન હોય એ ચકાસવું જરૂરી છે. 2018માં 19 એપ્રિલે તામિલનાડુના પૂર્વ ધારાસભ્ય એસ.વી.શેખરે એક ફોરવર્ડ પોસ્ટ કરી હતી. એ સંદર્ભમાં તેમની સામે ગુનો દાખલ થયો હતો. એ પોસ્ટ માનહાની કરનારી તથા અત્યંત ઘૃણાજનક હતી. પોસ્ટ ફોરવર્ડ કર્યા બાદ જોકે, તેમને પોતાની ભુલ સમજાતાં તેમણે આ પોસ્ટ ડિલીટ કરી હતી. પરંતુ અદાલતે એ દલીલ ઠુકરાવી દીધી હતી કે તેમને આ પોસ્ટ ફોરવર્ડેડ મેસેજ હતો અને એ તેમણે ફોરવર્ડ કર્યો હતો.
જસ્ટીસ વ્યંકટેશે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા એ બેધારી તલવાર જેવું પ્લેટફોર્મ છે. તેના પર વ્યકિત, સમાજ કે દેશ વિરૂધ્ધ હોય તેવી કોઇપણ પોસ્ટને આગળ વધારવામાં સંયમ હોવો જોઈએ. ઉપરાંત હાઇકોર્ટે એવી પણ વિશેષ નોંધ રજૂ કરી હતી કે, વી.શેખર તો પોતે પૂર્વ ધારાસભ્ય છે અને તે સમાજમાં જાણીતા ચહેરા છે એટલે એ સંજોગોમાં એવી વ્યક્તિઓએ તો વધારે જવાબદારીપૂર્વ વર્તવું જોઇએ.