ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC), ભારતીય રેલ્વેના ઉપક્રમે માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે એક અદ્ભુત પ્રવાસ પેકેજની જાહેરાત કરી છે. આ અંતર્ગત માત્ર 9,500 રૂપિયામાં 5 રાત અને 6 દિવસની મુસાફરી કરી શકાય છે. આ પ્રવાસ જામનગરથી શરૂ થશે. રાજકોટ, આણંદ, વડોદરા સહિત અન્ય પસંદગીના સ્ટેશનો પર બોર્ડિંગ અને અલાઈટિંગની પણ મંજૂરી આપવામાં આવી છે. વાંચો સંપૂર્ણ વિગતો
સ્લીપર ક્લાસમાં એક પેસેન્જરનું ભાડું 19,900 રૂપિયા છે. તે જ સમયે, બે મુસાફરો સાથે બુકિંગ થાય છે તો, પ્રતિ વ્યક્તિ ખર્ચ ઘટીને 11,300 રૂપિયા થઈ જશે.
તેવી જ રીતે 3 લોકો માટે પ્રતિ વ્યક્તિ 9,500 રૂપિયા ખર્ચ થશે. જો તમારી પાસે 5 થી 11 વર્ષ વચ્ચેનું બાળક છે, તો તેની કિંમત બેડ સાથે 8,500 રૂપિયા અને બેડ વિના 7,300 રૂપિયા હશે.
વૈષ્ણો દેવી IRCTC ટૂર: થર્ડ એસી ક્લાસ
સિંગલ પેસેન્જર માટે: રૂ. 23,500
ડબલ: વ્યક્તિ દીઠ રૂ. 14,900
ત્રણ લોકો માટે: વ્યક્તિ દીઠ રૂ. 13,100
5 થી 11 વર્ષના બાળક માટે: બેડ સાથે રૂ. 12,100, બેડ વગર રૂ. 10,900
વૈષ્ણોદેવી IRCTC ટુર પેકેજ બુકિંગ IRCTC વેબસાઇટ irctctourism.com પર કરી શકાય છે.
મુસાફરો પાસે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નાંદેડ, આણંદ, વડોદરા ચઢવા- ઉતરવાનો વિકલ્પ હશે.
ટ્રેન નંબર 12477/12478 દર બુધવારે ઉપડે છે.