દેશમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેકસના આગમન પછી હવે કેન્દ્ર સરકાર ખાસ કરીને ઇનપૂટમાં જે મોટી ગોલમાલ ચાલે છે તેને ડામવા માટે વધુ આકરા પગલા લઇ રહી છે અને સરકારે હવે જીએસટીના ડીફોલ્ટર પાસેથી કોઇ વ્યક્તિ માલ ખરીદશે તો તેની ઇનપુટ ટેકસ ક્રેડીટ અટકી જશે અને જ્યાં સુધી ડીફોલ્ટરના નાણા વસુલાય ન જાય ત્યાં સુધી ઇનપુટ ટેકસ ક્રેડીટ મળશે નહીં.
1 એપ્રિલથી આ નવો નિયમ લાગુ થઇ જશે અને ચોકકસ સમય સીમામાં ડીફોલ્ટરનું લેણુ વસુલાઈ જાય તે જોવાશે. હકીકત જીએસટીમાં આઈટીસીએ સૌથી મોટો આઉટ ગો પ્રવાહ છે એટલે કે જીએસટીની વસૂલાત કરતાં અનેક વખત અનેક ઉત્પાદકો પર આઈટીસી વધી જાય છે અને સરકારને લેવા ન તો દેવા પડી જાય છે.
read more: ખાવા-પીવાની ચીજવસ્તુઓથી લઇને ટીવી – ફ્રીઝ વગેરે મોંઘા થશે
આ સ્થિતિમાં જીએસટીમાં બોગસ બીલીંગ અને સરકાર વતી વસુલાતો ટેકસ નહીં ભરનારની સંખ્યા પણ વધી ગઇ છે અને તેથી હવે સરકારે ઇનપૂટ ટેકસ ક્રેડીટમાં સૌથી વિઘ્ન મુકવા તૈયારી કરી છે જેમાં ડીફોલ્ટર પાસેથી અન્ય કારોબારી માલ ખરીદી શકશે નહીં પરંતુ જો તે માલ ખરીદે તો જે તે ખરીદનાર પોતાની ઇનપૂટ ટેકસ ક્રેડીટ ક્લેઇમ કરે તે સ્થગિત કરી દેવાશે.
હાલમાં જ રજૂ થયેલા બજેટમાં આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો પરંતુ તે જીએસટી કાઉન્સીલની હકુમતમાં હોવાથી હવે કાઉન્સીલ ઉપર તે છોડવામાં આવ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જીએસટીમાં નોંધાયેલા વેપારી પાસેથી માલ ખરીદવામાં કેટલા દિવસે આઈટીસી મળશે તે પણ નિશ્ચિત થઇ રહ્યું છે. ઘણી વખત છ મહિના સુધી આઈટીસી અટકી જાય છે આ દરમિયાન માલ વેચનાર પોતાનો નંબર રદ કરાવી દે છે અથવા તો ડીફોલ્ટ બની જાય છે. અને તેના કારણે ખરીદનારને માટે સૌથી મોટી મુશ્કેલી થાય છે. અને આથી જ હવે કોઇપણ માલ ખરીદતા પહેલા તેના વેચનારની વિશ્વસનિયતા જોવી જરુરી બની જશે.
જો કોઇ કારોબારી રિટર્ન ફાઈલ કરવામાં ડીફોલ્ટ જાહેર થાય અથવા તો ત્રિમાસિક કે માસિક ભરવામાં સતત વિલંબ કરતો હોય તો તેની પાસેથી માલ ખરીદનાર કારોબારીને ઇનપુટ ટેકસ ક્રેડીટ મળશે નહીં અને જ્યાં સુધી મૂળ કારોબારી ડયુ ક્લીયર ન કરે ત્યાં સુધી આઈટીસી અટકી જશે. નિષ્ણાંતો માને છે કે સરકાર જીએસટીમાં જે કાંઇ લૂઝપોલ છે તે બંધ કરવા માગે છે.
કેરળમાં તો જે વેપારી ડીફોલ્ટર બન્યા છે તેને ટેગ મારવાનું શરુ કરી દેવાયું છે જેના કારણે તેની પાસેથી માલ ખરીદનારને આગોતરી વોર્નિઁગ મળી શકે છે અને તે પોતાનો માલ તેની પાસેથી ન ખરીદે તેવું શક્ય બનશે. નવા પ્રસ્તાવથી સરકારે એક જ પાન નંબરમાં અનેક રાજયોમાં જીએસટી લેનાર માટે પણ સગવડતા કરી છે. તે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોતાના ખાતામાં પોતાના ક્લેઇમ ટ્રાન્સફર કરી શકશે.