લોકો પોતાને તાજા કરવા અને આરામદાયક કરવા સ્પામાં જાય છે. સ્પાની મુલાકાતથી જીવંત અને સક્રિય રહી શકાય છે. જાણો ભારતના 7 શ્રેષ્ઠ લક્ઝરી સ્પા અંગે
આનંદ સ્પા, ઋષિકેશ
આનંદ સ્પા 25000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. 24 ટ્રીટમેન્ટ રૂમ, અત્યાધુનિક જિમ્નેશિયમ, તાપમાન નિયંત્રિત સ્વિમિંગ પૂલ અને વૈભવી હાઇડ્રોથેરાપી સુવિધા આનંદ સ્પાના મુખ્ય આકર્ષણો છે. વ્યક્તિગત જરૂરિયાતો અને સ્વાસ્થ્ય લક્ષ્યોને પૂર્ણ કરવા તેમની જરૂરિયાતો અનુસાર ઉપચાર આપવામાં આવે છે. આ હિમાલયન સ્પાના લાયક ડોકટરો અને નિષ્ણાતો તમને વધુ સારી જીવનશૈલી માટે માર્ગદર્શન આપે છે
કાયાકલ્પ, ધ રોયલ સ્પા આગ્રા
આગ્રા સ્થિત કાયા કલ્પ – રોયલ સ્પા એક જાજરમાન મુગલ મિશ્રીત વાતાવરણ પ્રદાન કરે છે જે પર્શિયન અને ભારતીય સારવારનું વિષયાસક્ત મિશ્રણ છે. રોયલ સ્પા આઇટીસી મુગલ હોટેલમાં સ્થિત છે. આ સ્પા 99000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. તેના શાહી નામ પ્રમાણે, ડિઝાઇનમાં મુઘલ લેન્ડસ્કેપિંગ અને આર્કિટેક્ચરના ઘટકો સામેલ છે. આ સ્પામાં ભારતમાં સૌપ્રથમ લક્ઝરી સ્પા હમ્મામ (તુર્કીશ સોના) પણ છે.
વિવંતા, તાજ બેકલ, કેરળ
વિવંતા બેકલ ખાતે જીવા ગ્રાન્ડે સ્પા 165000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તે ભારતના શ્રેષ્ઠ સ્પામાંનું એક છે. આ સ્પા યોગ, આયુર્વેદ અને આધ્યાત્મિક રીટ્રીટ્સના લાંબા ગાળાના સુખાકારી કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત મહેમાનોના આયુષ અને સુખાકારી માટે નિવાસી પૂજારી દ્વારા ધાર્મિક અગ્નિવિધિ અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે.
પાર્ક હયાત રિસોર્ટ એન્ડ સ્પા, ગોવા
પાર્ક હયાત રિસોર્ટ એન્ડ સ્પા, ગોવા ખાતે સેરેનો સ્પામાં અનન્ય અને વૈભવી સ્પા અનુભવનો આનંદ માણો. અહીં, આયુર્વેદિક અને યોગ આધારિત સારવાર પદ્ધતિઓ દ્વારા સ્પા સેવા પૂરી પાડવામાં આવે છે. આ સ્પા 36000 ચોરસ ફૂટમાં સ્થિત છે અને આયુર્વેદિક મસાજ, ત્વચા અને શરીરની સારવારની સેવાઓ પ્રદાન કરે છે.
રોઝેટ અહેલી સ્પા, દિલ્હી
દિલ્હીની શ્રેષ્ઠ બુટિક હોટલોમાંની એક, ધ રોઝેટ આઉટર દક્ષિણ દિલ્હીમાં સ્થિત છે. આ શહેરી પરિસ્થિતિમાં થોડા કલાકો માટે પણ ‘આરામ’ કરવાની તાતી જરૂરિયાત છે. રોઝેટ અહેલી સ્પા એ દિલ્હી અને ગુડગાંવ નજીકના શ્રેષ્ઠ લક્ઝરી સ્પામાંનું એક છે જે તમારી ઇન્દ્રિયોને કાયાકલ્પ કરે છે. અહીં તમને પ્રાકૃતિક અને શુદ્ધ ઉત્પાદનો સાથે વિશ્વ કક્ષાની લક્ઝરી સ્પા સુવિધાઓ મળે છે.
વાઇલ્ડફ્લાવર હોલ સ્પા, શિમલા
દેવદારના જંગલોની વચ્ચે સ્થિત, તાજી હવા અને બરફથી ઢંકાયેલા પર્વતો જોઈને, ધ ઓબેરોયના વાઈલ્ડફ્લાવર હોલ રિસોર્ટ ખાતેનો સ્પા પેવેલિયન એ શાંતિનું આશ્રયસ્થાન છે. આ સ્પા તેની એરોમાથેરાપી અને આયુર્વેદ આધારિત સારવારમાં છોડ અને ફૂલોનો ઉપયોગ કરે છે. તે હોટેલ અને મેદાનની આસપાસના ચોક્કસ સ્થળો પર વિશેષ મસાજ, યોગ અને આયુર્વેદિક સારવાર પ્રદાન કરે છે.
દેવીગઢ રિસોર્ટ એન્ડ સ્પા
શહેરના તનાવથી દૂર દેવીગઢ સ્વાસ્થ્ય માટે યોગ્ય સ્થળ છે. આ સ્પા તમારા શરીર અને મનને ઉત્સાહિત કરે છે. તે વ્યાયામશાળા, સ્ટીમ, સૌના, જેકુઝી અને બ્યુટી પાર્લરનું સંયોજન આપે છે. અહીં આયુર્વેદિક પદ્ધતિથી સ્પા સર્વિસ આપવામાં આવે છે. અહીંના પ્રેક્ટિશનરો વિવિધ સારવાર માટે દવાયુક્ત તેલ અને હર્બલ પેસ્ટનો ઉપયોગ કરે છે.