કોરોનાકાળ અને વૈશ્વિક પ્રતિબંધો હળવા થયા બાદ મંદીનો દૌર હજી દુનિયાને સતાવી રહ્યો છે. રોગચાળાની અનિશ્ચિતતાઓ પણ પીછો નથી છોડી રહી ત્યારે વિદેશ જતાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં શું ફેરફાર નોંધાયા છે તેનો અભ્યાસ રસપ્રદ રહે છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડા ઉપરાંત યુક્રેનમાં પણ ચીન અને અમેરિકાને બાદ કરતાં વિદ્યાર્થીઓ જવાનું પસંદ કરતાં હોય છે. અમેરિકાનો ક્રેઝ હજી સર્વકાલિન સાબિત થઈ રહ્યો છે જ્યારે ચીનમાંથી ઉચ્ચ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચેની અશાંતિની અસર પણ વિદ્યાર્થીો પર ખાસ્સી પડી છે.
7 એપ્રિલે વોશિંગ્ટન, ડીસી – યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ દ્વારા વાર્ષિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. અહેવાલ રસપ્રદ રીતે દર્શાવે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 2021 માં 12 ટકાથી વધુનો વધારો થયો છે. જ્યારે સૌથી વધુ સંખ્યા ધરાવતાં ચીનના વિદ્યાર્થીઓમાં આઠ ટકાથી વધુનો ઘટાડો થયો છે.
અહેવાલના અભ્યાસપુર્ણ તથ્યો જણાવે છે કે, “ચીન અને ભારતના વિદ્યાર્થીઓની સંખ્યાએ અમેરિકાને એશિયન મૂળનો સૌથી લોકપ્રિય ખંડ બનાવ્યો છે. જો કે, ચીન તરફથી તેમાં છેલ્લા બે વર્ષથી એટલે કે કોરોનાકાળ દરમિયાન ઓટ આવી હોવાનું દેખાઈ રહ્યું છે. 2020ની સરખામણીમાં 2021માં 33,569 વિદ્યાર્થીઓ મોકલ્યા છે જે ઘણી ઓછી સંખ્યા છે. જ્યારે ભારતે 25,391 વિદ્યાર્થીઓ મોકલ્યા છે જે પાછલા વર્ષોની સરખામણીમાં નોંધપાત્ર વધારો સૂચવે છે. ” અહેવાલમાં જણાવાયું છે. આ અહેવાલની સૌથી અગત્યની નોંધ એ છે કે, ભારતીય વિદ્યાર્થીઓમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. 2021માં અભ્યાસ માટે પહોંચેલા વિદ્યાર્થીઓમાંથી 37 ટકા મહિલાઓ છે.
વોશિંગ્ટન, ડીસી – યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના રિપોર્ટમાં ઈ વેને ટાંકીને એમ પણ જણાવાયું છે કે, મોટાભાગના F-1 અને M-1 વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનો ભાગ બનવા અમેરિકા પર પસંદગી ઉતારે છે. 2021 માં, તમામ F-1 અને M-1 વિદ્યાર્થીઓમાંથી આશરે 92021 માં, તમામ F-1 અને M-1 વિદ્યાર્થીઓમાંથી આશરે 92 ટકા એસોસિયેટ, સ્નાતક, માસ્ટર્સ અથવા ડોક્ટરલ પ્રોગ્રામ્સમાં નોંધાયેલા હતા.