સિંગાપોરમાં 28 વર્ષીય ભારતીય નાગરિકને આરોપો સ્વીકાર્યા બાદ 11 અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી હતી. પુમલાઈ પ્રશાંતને ગુનાહિત રીતે દાખલ થવા સહિત અન્ય ચાર આરોપોને ધ્યાનમાં રાખીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. કંપનીએ તેને ફેરમોન્ટ સિંગાપોર હોટેલમાં એલ્યુમિનિયમ પેનલ સાફ કરવાનું કામ સોંપ્યું હતું.
આ દરમિયાન તેણે 16 વર્ષની અમેરિકન વિદ્યાર્થિનીનો વિડીયો બનાવ્યો જે ત્યાં મહિલા ટોયલેટનો ઉપયોગ કરી રહી હતી. તેના મોબાઈલ ફોનમાંથી લગભગ 2000 અન્ય વાંધાજનક વિડીયો પણ મળી આવ્યા હતા. ગુના સમયે પ્રશાંત પાસે વર્ક પરમિટ હતી. ગયા વર્ષે 11 માર્ચે તેણે એક ઇન્ટરનેશનલ સ્કૂલની 16 વર્ષની વિદ્યાર્થિનીને નિશાન બનાવી હતી. જ્યારે તે આઠમા માળે શૌચાલયમાં જઈ રહી હતી ત્યારે તેણે કોરિડોરમાં પ્રશાંતને જોયો.
આ પછી તે ટોયલેટમાં ગઈ અને તે પછી તેણે ટોઈલેટમાં કોઈના પ્રવેશવાનો અવાજ સાંભળ્યો. તે ભયભીત થઈને ટોયલેટમાંથી બહાર દોડી ગઈ અને ઘટનાની જાણ તેણીની શાળાના શિક્ષકને કરી, જેણે બાદમાં હોટલના સુરક્ષા કર્મચારીઓને ફરિયાદ કરી.
ત્યારબાદ પ્રશાંતને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો તેણે દાવો કર્યો હતો કે તે વોશબેસીનમાંથી પાણી પીવા માટે ટોઈલેટમાં પ્રવેશ્યો હતો. જોકે, બાદમાં તેણે અનધિકૃત પ્રવેશ અને યુવતીના બે વિડીયો ઉતાર્યાની કબૂલાત કરી હતી.