પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું આકસ્મિક મૃત્યું થયું છે. રામલ્લા સ્થિત ભારતીય દૂતાવાસમાંથી મુકુલ આર્યનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના મૃત્યુ અંગેનું ચોક્ક્સ કારણ હજી તબીબી તપાસનો વિષય છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે મુકુલ આર્યના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.
વિદેશ મંત્રી એસ.જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે રામલ્લામાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના નિધન અંગે જાણીને ઉંડા દુ:ખની લાગણી અનુભવી રહ્યો છું. તેઓ એક ઉજ્જવળ અને પ્રતિભાશાળી અધિકારી હતી. તેમની સામે ઘણું બધું હતું. ઓમ શાંતિ.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટી.એસ.તિરુમૂર્તિએ પણ રાજદૂત મુકુલ આર્યના આકસ્મિક મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ અત્યંત ચોંકાવનારી વાત છે. એક અદ્ભુત સહયોગી આટલી નાની ઉંમરે છીનવાઈ ગયા છે. તેમના પરિવાર પ્રત્યે મારી ઉંડી સંવેદના છે.
પેલેસ્ટાઈની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય રાજદૂતનું રામલ્લામાં તેમના કાર્યસ્થળે જ નિધન થઈ ગયું છે. તેમના મૃતદેહને ભારત પહોંચાડવા માત્તે તેમણે વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધ્યો છે.