એકતરફ જ્યાં તહેવારોની સિઝન શરૂ થતાં જ ખાસ કરીને ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સારી કમાણી માટે સજ્જ થવા જઈ રહ્યું હતું ત્યાં જ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્રુપોને ઇન્કમટેક્સ વિભાગે નિશાના પર લેતાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્રણ ગ્રુપના 35થી પણ વધુ સ્થળોએ ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ 100 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ હાથ ધરાઈ રહ્યું છે.
સુરતમાં સામે તહેવારે આઈટી વિભાગ સક્રિય થયું છે. સુરતના જ્વેલર્સ અને બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. સવારથી દરોડાની વાતો ફેલાતાં વેપારીઓમાં ફફડાટની જોવા મળી રહયો છે.
ઈન્કમટેક્સ વિભાગના અધિકારી સુત્રોનાં પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. વહેલી સવારથી જ ઇન્કમટેક્સના 100થી પણ વધુ અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે. તપાસના અંતેમોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યક્ત થઈ છે. આવકવેરા વિભાગ દ્વારા મોટાપાયે સર્ચ ચોપરેશન શરૂ કરી દેવાયું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના જાણીતા કાંતિ જ્વેલર્સ, પાર્થ ગ્રુપ અને અક્ષર ગ્રુપના ત્યાં ઇન્કમટેક્સના અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે. એટલું જ નહીં પરંતુ રાજકોટ ખાતે પણ બે સ્થળો ઉપર સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ બાદ રિયલ એસ્ટેટના બિલ્ડરો પણ સાણસમા આવે તેવી ચર્ચા શરૂ થઈ છે. રાજ્યભરની ટીમોની સાથે મુંબઈની ટીમો પણ આ કામગીરીમાં જોડાઈ છે. આર્થિક નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર તપાસ પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી છે.