ભારતીય જીવન વીમા નિગમ આઈપીઓ જાહેર ભરણા સાથે આવી રહ્યું છે. દેશભરમાં આ સૌથી મોટા પબ્લિક ઈસ્યુ માટે જબરદસ્ત રોમાંચ છે. પણ અગત્યની વાત એ છે કે, જો નિગમ તેના 5% શેર વેચીને રૂા.60000 કરોડથી વધુની રકમ સરકારી ખજાનામાં આવશે તો અન્ય સરકારી વિભાગોની સાથે આવકવેરા વિભાગ પણ આ નાણા મેળવવા નજર રાખીને બેઠુ છે.
આવકવેરા વિભાગે ભારતીય જીવન વિમા નિગમ પાસે ટેક્સની રૂા.75000 કરોડની ઉઘરાણી શરુ કરી છે. હકીકતમાં, આ સરકારી વીમા કંપની અનેક અદાલતોમાં આવકવેરા સાથે વિવાદમાં પડી છે. એલઆઈસી પાસે કુલ રૂા.74894.5 કરોડનો ટેક્સ બાકી છે. એલઆઈસી સામે જે કુલ 63 કેસ ટેક્સ વિભાગના ચાલે છે જેમાં 37 કેસ તો ડાયરેકટ ટેક્સ એટલે કે આવકવેરા વિભાગના છે અને તેમાં રૂા.72762.3 કરોડની ઉઘરાણી કરવામાં આવે છે જયારે બાકી 26 કેસ રૂા.2132 કરોડના છે.
read more: ગુજરાતી મૂળની યુવતીએ ઈતિહાસ રચ્યો, ન્યૂ જર્સીની મ્યુનિસિપલ કોર્ટમાં બની જજ
એલઆઈસીએ તેના જાહેર ભરણા માટે સેબી સામે દરખાસ્ત મુકી છે તેમાં આ આંકડા અને વિગતો રજૂ થઈ છે. આવકવેરા ખાતાનું કહેવું છે કે, નિગમે છેક 2005 થી તેની આવક અંગે ખોટા આંકડા આપ્યા છે અથવા આવક છુપાવી છે.
વીમા નિગમે ભવિષ્યમાં આ પ્રકારે જવાબદારી ચુકવવા તેના નફામાંથી અનામત ભંડોળ ઉભુ કર્યું છે. જો કે તેણે કોઈ વેરા ચૂકાદા તેની વિરુદ્ધમાં આવે તો રૂા.24728 કરોડની અનામત ઉભી કરી છે. જો આ તમામ કેસમાં આવકવેરા વિભાગ જીતી જાય તો નિગમને તે ફટાફટ વ્યાજ સાથે ચુકવવી પડશે.સામાન્ય રીતે કંપનીઓ તેના દેવાની માહિતી જાહેરભરણા સમયે છૂપાવતી હોય છે અથવા સામાન્ય રોકાણકારને તેનો ભાગ્યે જ ખ્યાલ આવે છે.
એલઆઈસીએ જાહેર ભરણા માટે હિસાબો સેબી સમક્ષ મુકયા છે તેમ સપ્ટેમ્બર 2021ના અંતે રૂા.26122.95 કરોડની રોકડ અને પ્રવાહી રોકયા છે પણ એ અગાઉના વર્ષ કરતા રૂા.36117.68 કરોડ ઘટયું છે. જે રૂા.67995.95 કરોડ હતું. જો આવકવેરા વિભાગ કેસ જીતી જાય તો નિગમના નફા પર તેની મોટી અવળી અસર હશે.