તહેવારોની સિઝન સામે આવીને ઊભી છે. મોટી ઈ-કોમર્સ કંપનીઓ બમ્પર સેલનું હથિયાર ચમકાવીને તૈયાર છે. આ સેલનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી લઈને અખબારો અને ટીવી જાહેરાતોમાં પ્રચારનો મારો થવા પણ લાગ્યો છે. ઈ-કોમર્સની દુનિયામાં થઈ રહેલા આ બમ્પર સેલમાં, ઉત્પાદનોની કિંમતો સામાન્ય કરતાં સાવ નજીવી કિંમતે મળી રહ્યો હોવાના ઊંચા દાવા કરવામાં આવે છે. સવાલ અહીં એ છે કે શું ખરેખર આવું થાય છે કે પછી આપણી સાથે રમત રમાઈ રહી છે? તહેવારો પૂર્વે ગુજરાત બ્રેકિંગ તમને જણાવશે કે, ઈ-કોમર્સની દુનિયામાં બમ્પર વેચાણના પડદા પાછળ ખરેખર શું છુપાયું છે એટલું જ નહીં, એ ભેદ પણ ઉજાગર કરીશું કે કેવી રીતે આ ઈ-કોમર્સ કંપનીઓ આપણી સાયકોલોજીને હેક કરે છે અને એવી પ્રોડક્ટ્સ ખરીદવા માટે મજબૂર કરે છે જેની ખરેખર કોઈને ખાસ જરૂર નથી.
FOMO ઇફેક્ટ- FOMO ઇફેક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. ઈ-કોમર્સ કંપનીઓ તેમનું સેલ જાહેર કરે છે. તે સમય દરમિયાન તેઓ મર્યાદિત સમયની ઓફર, ફ્લેશ વેચાણ, મર્યાદિત સ્ટોકના દાવાઓ રજૂ કરે છે. શબ્દોના આ મારાઓની રમતથી ગ્રાહકોના મનમાં FOMO ઈફેક્ટ (ફિયર ઓફ મિસિંગ આઉટ) પેદા થાય છે. તેમને લાગે છે કે લોકો સસ્તામાં લઈ જશે અને આપણે રહી જઈશું. સેલનો ફાયદો ઊઠાવવામાં આપણને ક્યાંક મોડું ન થઈ જાય. આ ખાસ માર્કેટિંગ સ્ટ્રેટેજીથી કંપનીઓ ગ્રાહકોને કોઈ ચોક્કસ પ્રોડક્ટ ઝડપથી ખરીદવા માનસિક દબાણ સર્જે છે. હકીકત પણ એ જ છે કે, FOMO ઇફેક્ટના કારણે પ્રોડક્ટના વેચાણમાં રેકોર્ડ વધારો થાય છે.
સોશિયલ પ્રૂફ- ઈ-કોમર્સ કંપનીઓ પ્રોડક્ટ વેચવા એક બીજી સ્ટ્રેટેજી અપનાવે છે એ છે સોશિયલ પ્રૂફિંગ. આ સિસ્ટમમાં ઈ-કોમર્સ કંપનીઓ દર્શાવે છે કે કેટલા લોકોએ તેમની એક ખાસ પ્રોડક્ટ ખરીદી છે. લોકોએ તે પ્રોડક્ટ પર કેટલા રેટિંગ અને રિવ્યુ આપ્યા છે. આ પદ્ધતિથી ગ્રાહકો મનમાં ઠસાવવામાં આવે છે જે દર્શાવે છે કે તેઓ પ્રશ્નમાં જવાબમાં કહે છે- ઉત્પાદન ખરીદ્યા પછી કેટલા ખુશ છે. આનાથી તેમના મનમાં ઉત્પાદન વિશે આત્મવિશ્વાસ અને સંતોષકારક લાગણી પેદા થાય છે અને તેઓ એ ખરીદવા પ્રેરાય છે.
ડિસ્કાઉન્ટ પરસેપ્શન- ઈ-કોમર્સ કંપનીઓ સેલ દરમિયાન ઉત્પાદનો વેચવા માટે આ સૌથી જાણીતી અને કારગત પદ્ધતિ અપનાવે છે. આમાં, ગ્રાહકના મનમાં ડિસ્કાઉન્ટની લાલચનું મજબૂત પડ બનાવાય છે. MRP થી વેચાણ કિંમતમાં ધરખમ ઘટાડો કરીને ગ્રાહકોના મનમાં મૂંઝવણ ઊભી કરવામાં આવે છે. ગ્રાહકના મગજની મનોવૈજ્ઞાનિક પુરસ્કાર પ્રણાલી શરૂ થાય છે અને મગજમાં ડોપામાઇન મુક્ત થાય છે અને ગ્રાહકને લાગે છે કે તે સામાન્ય કરતાં ઓછી કિંમતે વસ્તુ અથવા ઉત્પાદન ખરીદી રહ્યો છે. જો કે, વાસ્તવમાં આવું કંઈ થતું નથી. એ ફક્ત એક લોભામણી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે.
ઇમોશનલ અપીલ – ઈ-કોમર્સ કંપનીઓ તહેવારોની સિઝનમાં શરૂ થતા વેચાણને હકારાત્મક લાગણીઓ સાથે જોડીને પ્રદર્શિત કરે છે. આ માટે, આ કંપનીઓ વાઇબ્રન્ટ જાહેરાતો, મનોરંજક સ્લોગન પંચલાઇન્સ અને દર્શકોને પ્રોત્સાહિત કરતી ટીવી જાહેરાતો બતાવે છે. એ પ્રકારે નિર્મિત થાય છે જેનાથી ગ્રાહકોમાં સેલ અંગે ઉત્સુકતા વધે છે અને વેબસાઇટની મુલાકાત લીધા પછી ઉત્પાદનો ખરીદવા મન બાવરું બની જાય છે.