બનારસ હિન્દુ યુનિવર્સિટીના એક પ્રોફેસરે એક કેલેન્ડર પ્રસિદ્ધ કરીને વિવાદ ઉભો કર્યો છે, રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીના ફોટોવાળા કેલેન્ડરમાં પ્રોફેસરે રામની જગ્યાએ પોતાની અને સીતાની જગ્યાએ પોતાની પત્નીની તસ્વીર મોફિંગ કરી છે.
આસિસ્ટન્ટ પ્રોફેસરના આ વિવાદી કેલેન્ડર સામે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ કરીને ફરિયાદ દાખલ કરી છે. યુનિવર્સિટીના વિઝયુઅલ આર્ટ વિભાગમાં 5 ફેબ્રુઆરીથી પ્રદર્શન શરુ થયું છે. આ આર્ટ પ્રદર્શન એક મહિના સુધી ચાલુ રહેવાનું છે. પ્રદર્શનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અમરીશકુમારે વિવાદાસ્પદ કેલેન્ડર લગાવ્યું છે.
read more: શનિના ઉદય સાથે મેષ સહિત આ રાશિઓનું ભાગ્ય જાગશે, તમારી રાશિ છે તેમાં સામેલ?
વિવાદ સર્જાયા બાદ પ્રોફેસરે એવો બચાવ કર્યો છે કે, આજથી 10 વર્ષ પહેલા દિલ્હીમાં પણ આ પ્રકારના કેલેન્ડરનું પ્રદર્શન કરી ચૂકયા છે. આ અમારી આસ્થાનો મામલો છે. અમારો પરિવાર ભગવાન રામ ભકત છીએ.