ભારતમાં લોકોને ચા પીવી ખૂબ ગમે છે. અહીં મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે. લોકો શિયાળાની ઋતુમાં આદુની ચા વધુ પસંદ કરે છે, કારણ કે તે શિયાળામાં થતા સામાન્ય રોગો (શરદી અને ઉધરસ) થી રાહત આપે છે. જો કે, આદુની ચાનું વધુ પડતું સેવન ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. તેથી, જો તમે આદુની ચાના શોખીન છો, તો તમારે તેનાથી થતા નુકસાન વિશે પણ જાણવું જરૂરી છે. ચાલો જાણીએ આદુની ચાના વધુ પડતા સેવનથી થતા નુકસાન વિશે…
નિષ્ણાતો કહે છે કે કોઈએ દિવસમાં પાંચ ગ્રામથી વધુ આદુનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો તમે આદુની ચા પીતા હોવ તો એક કપ ચામાં 1/4 ચમચી આદુ પૂરતું છે. સગર્ભા સ્ત્રીઓએ વધુ સાવધ રહેવાની જરૂર છે. તેઓએ એક દિવસમાં 2.5 ગ્રામથી વધુ આદુનું સેવન ન કરવું જોઈએ. જો કે, ગર્ભાવસ્થા દરમિયાન આદુની ચા ન લેવી તે વધુ સારું છે.
જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો તમારે એક દિવસમાં 1.2 ગ્રામથી વધુ આદુનું સેવન ન કરવું જોઈએ. આદુનું વધુ પડતું સેવન તમારી પાચન સંબંધી સમસ્યાઓમાં વધારો કરી શકે છે. આદુની ચા ખાલી પેટે બિલકુલ ન પીવી જોઈએ, કારણ કે તેનાથી પેટ ખરાબ થઈ શકે છે.
આદુની ચાના વધુ પડતા સેવનથી બેચેની અને નિંદ્રા આવી શકે છે. તેના ઓવરડોઝથી ઝાડા, ઉબકા અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય આદુનું વધુ પડતું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ પણ ઘટી શકે છે. તેથી, આદુની ચાના શોખીન લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.
લોહી પાતળું કરવાના ગુણધર્મો
આદુમાં કુદરતી રીતે એવા ગુણ હોય છે જે લોહીને પાતળું કરી શકે છે. આવી સ્થિતિમાં, જે લોકો લોહી પાતળું થવાની દવાનું સેવન કરે છે તેમણે પણ આદુવાળી ચાનું સેવન વધુ પ્રમાણમાં ન કરવું જોઈએ
વાળ ખરવાની સમસ્યા
આદુની ચાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. આદુમાં જોવા મળતા જીંજરોલ નામનું તત્વ વાળના વિકાસને અટકાવે છે અને વાળ ખરવાનું પણ કારણ બની શકે છે.
સર્જરી પહેલા કે પછી પણ સેવન ન કરવું
જો તમે કોઈપણ સર્જરી કરવો છો કે થોડા સમય પહેલા જ કરાવી ચુક્યા છો તો તમારે આ સમયગાળા દરમ્યાન પણ આદુવાળી ચાનું સેવન ન કરવું જોઈએ. કારણે કે આ સમયે દવાના હાઈ ડોઝ લેતા હોય છે. જેના કારણે વધુ પડતી આદુવાળી ચા પીવાથી રીએક્શન પણ આવી શકે છે.