જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો, તો તમારા માટે એક મોટું અપડેટ આવ્યું છે. હવે તમે ઘરે બેઠા એક ફોન દ્વારા અનેક કામ કરી શકશો. તાજેતરમાં, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બે નંબર જારી કરવામાં આવ્યા હતા. આ નંબર પર ફોન કરીને ઘણી વસ્તુઓ કરી શકાય છે. સારી વાત એ છે કે તમે રજાના દિવસે પણ આ નંબર પર ફોન કરી શકો છો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વતી ટ્વીટ કરીને લખ્યું છે, ‘તમારા બેંકિંગ સંબંધિત ચિંતાઓને બાય-બાય કહો… ટોલ ફ્રી નંબર 18001234 અથવા 1800 2100 પર કૉલ કરો.’ આ નવી સ્કીમ મુજબ, SBI ગ્રાહકો કોઈપણ જગ્યાએથી કોઈપણ સમયે કૉલ દ્વારા તેમની બેંકિંગ સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે છે. એટલે કે હવે જે લોકો એપ સર્વિસ કે ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી તેઓ પણ સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકશે.
આ સુવિધા 24×7 ઉપલબ્ધ રહેશે. SBIના ટ્વીટ અનુસાર, ગ્રાહકો આ નંબર દ્વારા તેમના એકાઉન્ટ બેલેન્સ, છેલ્લા પાંચ વ્યવહારો, બ્લોક કાર્ડ, નવા ATM માટે વિનંતી કરી શકે છે. સાથે જ જૂના એટીએમને પણ બ્લોક કરી શકાય છે.
તમે આ નંબરોનો પણ ઉપયોગ કરી શકો છો
ટોલ ફ્રી નંબર – 1800 11 2211
ટોલ ફ્રી નંબર – 1800 425 3800
ટોલ ફ્રી નંબર – 080 26599990