દેશની જાણીતી બેંક IDBI બેંકે નિષ્ણાત પદો પર ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. IDBI બેંકે મેનેજર અને આસિસ્ટન્ટ જનરલ મેનેજરના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે ઉમેદવારો બેંક મેનેજર બનવાની ઈચ્છા અને ક્ષમતા ધરાવતા હોય તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે. IDBI ભરતી 2024 માટેની અરજી પ્રક્રિયા 1લી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે અને 15મી સપ્ટેમ્બર 2024 સુધી ચાલુ રહેશે.
IDBI બેંક ભરતી 2024: પોસ્ટની સંખ્યા
IDBI બેંક ભરતી 2024 ડ્રાઇવનો ઉદ્દેશ્ય 56 ખાલી જગ્યાઓ ભરવાનો છે, જેમાંથી 25 ખાલી જગ્યાઓ AGM એટલે કે આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગ્રેડ C અને 31 મેનેજર ગ્રેડ B માટે છે.
IDBI બેંક ભરતી 2024: વય મર્યાદા
એજીએમ-ગ્રેડ સીની પોસ્ટ માટે, ઉમેદવારની લઘુત્તમ વય 28 અને મહત્તમ વય 40 વર્ષ હોવી જોઈએ. જ્યારે મેનેજર-ગ્રેડ બીના પદ માટે લઘુત્તમ વય 25 અને મહત્તમ વય 35 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
IDBI બેંક ભરતી 2024: આવશ્યક લાયકાત
એજીએમ-ગ્રેડ સીની પોસ્ટ માટે, એક માન્ય યુનિવર્સિટીમાંથી પીજી ડિગ્રી હોવી જોઈએ. જ્યારે મેનેજર-ગ્રેડ બીની પોસ્ટ માટે સ્નાતકની ડિગ્રી જરૂરી છે.
IDBI બેંકમાં માટે ખાલી જગ્યા
મેનેજરની 56 જગ્યાઓ છે
IDBI બેંક ભરતી 2024: અરજી ફી
જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ 1000 છે. જ્યારે SC, ST કેટેગરીના ઉમેદવારોએ 200 રૂપિયા ચૂકવવા પડશે.