તું ગાંડી છે, શું તારામાં અક્કલ નથી? રૂઆબદાર પતિઓ ઘણીવાર તેમની પત્નીઓને આવા શબ્દો કહેતા સાંભળવા મળે છે. બોમ્બે હાઈકોર્ટે આવી વાતો કરનારાઓને ચેતવણી આપી છે. હાઈકોર્ટે કહ્યું કે, યોગ્ય સંદર્ભ વિના ઉપયોગ કરી શકાય નહીં.
જસ્ટિસ નીતિનની બેન્ચે કહ્યું કે આવું કહેવું ગંદી ભાષામાં અપશબ્દો બોલવા સરખું છે. કોર્ટે સ્વીકાર્યું કે આવા શબ્દોનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે. આવા શબ્દો આદરણીય ભાષા તરીકે લાયક નથી. જો આ અપમાનના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યું છે તો એ બરાબર નથી.
એક અરજીમાં એવા સંખ્યાબંધ દાખલાઓને ટાંકવા સાથે પત્નીએ તેના પતિ પર માનસિક અને શારીરિક અત્યાચારનો આરોપ લગાવ્યો હતો. પત્નીનો આરોપ છે કે તે મોડી રાત્રે ઘરે પરત ફરતો હતો અને જ્યારે બહાર ફરવા જવા કહેતા ત્યારે ઘાંટાઓ પાડતો હતો. જો કે, કોર્ટે કહ્યું કે પત્નીએ એવી ઘટનાઓની ચોક્કસ વિગતો આપી નથી જેમાં આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, એટલે ફક્ત આ શબ્દો બોલવા એ અપમાનભરી ભાષા નથી.
આ દંપતીએ 2007 માં લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના થોડા સમય પછી જ તેમના મતભેદો ઊભરીને સામે આવવા લાગ્યા. પતિએ દલીલ કરી હતી કે પત્ની પહેલાથી જ જાણતી હતી કે તેમણે સંયુક્ત કુટુંબમાં રહેવાનું છે, પરંતુ લગ્ન પછી તેણે ફરિયાદ કરવાનું શરૂ કર્યું અને એ સંયુક્ત કુટુંબથી જુદા થવા માંગતી હતી. પતિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે પત્ની તેના માતા-પિતાને માન આપતી નથી અને તેમનું ધ્યાન રાખતી નથી અને તેમનું લગ્નનું ઘર છોડી દીધું છે.
બીજીતરફ સામે પત્નીના આક્ષેપો હતા કે તેનું પરિણીત જીવન એક દુઃસ્વપ્ન હતું અને તેણે આ પહેલા ક્યારેય આવા દુર્વ્યવહારનો સામનો કર્યો ન હતો. હાઈકોર્ટે નક્કી કર્યું હતું કે એફઆઈઆરની તપાસમાં બહાર આવ્યું છે કે પત્નીએ પતિ સામે ખોટા આક્ષેપો કર્યા હતા અને આ આરોપો ટ્રાયલ દરમિયાન તેની જુબાની સાથે અસંગત હતા. કોર્ટે નિષ્કર્ષમાં જણાવ્યું હતું કે, “પત્નીએ કરેલા બેજવાબદાર અને ખોટા પાયાવિહોણા આરોપો અને પુરાવા દ્વારા તેને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળતા એ ક્રૂરતા સમાન હશે અને પતિને છૂટાછેડા લેવા માટે હકદાર બનાવશે.”