શેરબજારમાં અનિશ્ચિતતાની સ્થિતિ વચ્ચે સ્થિતિ એ છે કે, છેલ્લા ચાર વર્ષથી ફ્યુચર એન્ડ ઓપ્શનમાં રોકાણ કરનાર 10માંથી 9 રિટેલ ઈન્વેસ્ટર્સ ખોટ ખાય છે. આ સંજોગોને લીધે જ છેલ્લા નવ માસમાં રીટેલ ટ્રેડીંગ કરનારની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. નાના રોકાણકારો ખાસ કરીને તેના બ્રોકર્સ કે પછી ટીવી ચેનલો કે સોશિયલ મીડિયામાં જે ઈન્ફલુઅન્સરની સલાહ પર જતા હોય છે. જોકે હાલ દેશમાં શેરબજારમાં રોકાણથી અનેક ઉત્પાદનો સેવામાં સલાહ આપતા સોશિયલ મીડિયા પરના ઈન્ફલુએન્સર પર નિયમન કરવા કે નિયંત્રણ મુકવાની સરકારની કોઈ યોજના નથી.
નાણામંત્રી નિર્મલા સીતારામને બેંગ્લોરમાં થિંકર્સ ફોરમના એક કાર્યક્રમમાં સંબોધન કરતા આ પ્રકારના ઈન્ફલુઅન્સરની સલાહ પર શેરબજારમાં રોકાણ નહી કરવા સલાહ આપી હતી. નાણામંત્રીએ જણાવ્યું હતું કે ફાયનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ પર પોતાની સલાહ આપનારા ઈન્ફલુઅન્સરની સલાહ માનતા પર્વે સાવધાની જરૂરી છે. તેઓએ જણાવ્યું કે 10માંથી માંડ 3-4 લોકો જ સાચી સલાહ આપી શકે છે એ પણ કાયમી ભરોસાપાત્ર ન કહી શકાય અને બાકીના લોકો એવા છે જે કોઈને કોઈના પ્રભાવમાં આ પ્રકારની સલાહ આપતા હોય છે અને તેથી આ પ્રકારની કોઈપણ સલાહને કાઉન્ટર ચેક કરવી જરૂરી છે અને ત્યારબાદ જ નિર્ણય લેવાવો જોઈએ. નિર્મલા સીતારામને કહ્યું કે તમારી કમાણી તમારી મહેનતના નાણા સુરક્ષિત રહે તે જરૂરી છે
તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે,આ પ્રકારની સલાહ વેચી રહેલા લોકોને પ્રશ્નો પણ પુછવા જોઈએ. જોકે તેને એ પણ જણાવી દઈએ કે, તેમણે આ પ્રકારના સોશિયલ મીડિયા કે ટીવી પર આવતા ઈન્ફલુઅન્સર્સને કોઈ પ્રકારના નિયંત્રણ કે તેમને નિયમન હેઠળ લાવવા અંગે કોઈ પ્રસ્તાવ હોવાનો ઈન્કાર કર્યો હતો. તાજેતરમાં જ ‘સેબી’ એ આ પ્રકારના રેગ્યુલેશનથી જરૂર હોવાનો મત રજૂ કર્યો હતો. તા.25 જાન્યુ.ના સેબીએ પ્રસિદ્ધ કરેલા એક અભ્યાસમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2018-19 અને 2021/22 વચ્ચે ભારતમાં ફયુચર એન્ડ ઓપ્શન માર્કેટમાં રીટેલ ઈન્વેસ્ટર્સમાં 500%ની વૃદ્ધિ થઈ છે પણ તે માર્કેટમાંથી 10માંથી 9 લોકો ખોટમાં જ રહે છે. પોન્સી એપ પર સરકારની નજર છે અને કાર્યવાહી પણ કરે છે એવી પણ ભારપૂર્વકની સ્પષ્ટતા અહીં થઈ છે. .