ભારતીય માર્કેટમાં ઓછા મેઈન્ટેનન્સ ખર્ચની છાપને કારણે મારુતિની કારની માંગ હંમેશા જ વધુ રહી છે. એ જ કારણ છે કે દર મહિને કંપની લગભગ 1.50 લાખ અથવા તેનાથી પણ વધુ કારનું વેચાણ કરે છે. Alto, WagonR, Swift, DZire, S-Presso, DZire, Ertiga, Brezza અને Eeco કંપનીની Arena ડીલરશીપ પર ઉપલબ્ધ છે. આ એવા મોડલ છે જે સૌથી વધુ વેચાય છે. આમાંના મોટાભાગના મોડલ ટોપ-10 બેસ્ટ સેલિંગ મોડલ્સમાં પણ સામેલ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આમાંથી કોઈ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે તેનું વેઈટિંગ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે કેટલાક મોડલ પર 4 મહિના સુધીનો વેઇટિંગ પિરિયડ હોય છે.
સુરતની વાત કરીએ તો, Alto-800 પર એકથી બે મહિના, અલ્ટો-K10માં બે મહિના,S-Pressoમાં એક મહિનો તો Brezza અને celerio સુરતીઓમાં અત્યારે મોસ્ટ ડિમાન્ડીંગ સાબીત થઈ રહી છે અને celerioમાં બે થી ત્રણ મહિનાનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે, તો Brezza પર ચોખ્ખું ત્રણ મહિનાનું વેઈટિંગ છે. એ ઉપરાંત WagonRમાં બે મહિનાનું વેઈટિંગ, Swift, DZire અને Ertiga એ ત્રણેય માટે દોઢ-દોઢ મહિનાનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે.
અમદાવાદમાં પણ Brezza માટે ત્રણ મહિનાનું, WagonR માટે બે મહિનાનું તેમજ DZire, Ertiga અને Swiftમાં એકથી બે મહિનાનું વેઈટિંગ જોવા મળે છે. મુંબઈની સ્થિતિ જોઈએ તો અહીં Brezza માટે ત્રણથી ચાર મહિના સુધી વેઈટ કરવું પડે તેમ છે તો, Swift, DZire માટે બેથી ત્રણ મહિના અને WagonR તેમજ Ertiga માટે બે મહિના સુધી રાહ જોવી પડે છે.