સોમવારે વહેલી સવારે જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન, પૂજારીઓએ ભગવાન સાથે 40 ક્વિન્ટલ ફૂલોની હોળી રમી હતી. આવતીકાલે રંગ ગુલાલથી હોળી રમાશે.
સોમવારે ભસ્મ આરતી દરમિયાન ફાગ ઉત્સવનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના એક ભક્તે મંદિરના ફાગ ઉત્સવમાં 40 ક્વિન્ટલ ફૂલો અર્પણ કર્યા હતા.
ભસ્મ આરતી દરમિયાન, મહાકાલ મંદિરના પૂજારીઓએ ભગવાનને ફૂલો અર્પણ કર્યા અને હોળી રમી. ભક્તો પર પુષ્પોની વર્ષા કરી. આ દરમિયાન ગર્ભગૃહ શિવ શંભુ, જય શિવ, જય મહાકાલના નાદથી ગુંજી ઉઠ્યું હતું.