ચોકબજાર મુગલીસરાથી બે દિવસ પૂર્વે જાહેરાત કરી શનિવારે બપોરે હિજાબ વિવાદના વિરોધમાં એક રેલીનું આયોજન થયું હતું. જોકે આ રેલી નીકળે એ પૂર્વે જ મુસ્લિમ આગેવાનોમાં બે ફાંટા પડ્યા હતા અને રેલી ગેરકાયદે જ નહીં ફક્ત રાજકીય એજન્ડા પ્રેરિત હોવાના આક્ષેપ સાથે હોબાળો ઊભો થયો હતો. જોકે રેલી નીકળે એ પૂર્વે જ 20 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સંવેદનશીલ વાતાવરણને ધ્યાનમાં રાખીને રેલીની પરમીશન જ આપી ન હતી.
રેલીનું આયોજન જોકે શરૂઆતથી જ એક મોટા વિવાદ તરફ ઘસડાયું હતું. સમાજના હિતમાં રેલી નીકાળવા માટે યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાથી એ આફત બની શકે છે એવો ઓડિયો મેસેજ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાઈરલ થયો હતો. જાગૃત મુસ્લિમ નાગરિક અને સુરત નવસર્જન ટ્રસ્ટ પ્રમુખ યુસુફ પઠાણના નામથી જે મેસેજ ફરતો થયો હતો એમાં જણાવાયા મુજબ, સાવધાન.. સાવધાન..સાવધાન ; હિજાબ રેલીનાં નામે સોશિયલ મિડિયા પોલીસ પરવાનગીની મંજૂરી વગરના અને ગેરકાયદે ફરતા કરાયેલા હિઝાબ રેલી ના મેસેજ થી દુર રેહવુ. હિજાબ પહેરવો ઘુંઘટ નાંખવો એ ભારત દેશના નાગરિકોનો સંવિધાનિક (કાયદાકીય) હક અને અધિકાર છે……. કોઈ કોઈને રોકી નહીં શકે એમ જણાવતાં તેમાં ઉલ્લેખ થયો હતો કે, સુરત શહેરના મુસ્લીમ સમાજને ભ્રમિત કરનારા Aimim ગુજરાતના પ્રદેશ પ્રમુખ સાબીર ભાઈ કાબલીવાલાના બે ચેહરા ?
એક તરફ Aimim દ્વારા 12/02/22 ના રોજ ip મિશન સ્કુલ પાસેથી કોઈ પણ રેલી આયોજન નથી કરાયા ના મેસેજ…. તો સિક્કાની બીજી બાજુએ AIMIM ના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સુરત શહેર પ્રમુખ વસિમ કુરેશીના દોરીસંચાર હેઠળ 12/02/22 ના ઉપરોક્ત સ્થળેથી રેલી નીકળશેની જાહેરાત..( આ મામલે ઉપરોક્ત ઓડિયોમાં AMiM ના કાર્યકર સાથે થયેલી વાતચીત જરૂર થી સાંભળજો)
અત્રે નોંધનીય છે કે સુરતમાં આ પહેલા રેલીમા પોલીસ પરવાનગી નહીં હોવા છતાં રેલી નીકળી હતી.ચર્ચાઓ અનુસાર પોલીસ અને મુસ્લીમ સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થતા સુરત શહેરના સામાન્ય અને ગરીબ મુસ્લિમો આ રાજકારણનો ભોગ બન્યા હતા અને તેમના પર ગુના નોંધાયા અને જેલ જવાનો વારો આવ્યો હતો.
વધુમાં આ મેસેજમાં જણાવ્યા અનુસા, તા.12/02/22ના રોજ બપોરે 3 વાગે વાગે હિઝાબ રેલીના નામથી પોલીસ પરવાનગી વગરના ગેરકાયદે મેસેજથી સાવધાન આવી કોઈ રેલીનુ આયોજન કોઈપણ ગ્રુપ કે સંગઠન દ્વારા કરવામા આવ્યું હોય તેની ઓળખ નથી લખી અને પોલીસ પરમિશન લીધી હોય તેવી ઉલ્લેખ પણ મેસેજમાં નથી આપ્યો.
પોલીસ પરવાનગી વગની રેલીની જવાબદારી કોની ?….એટલે મેહરબાની કરીને આવી ગેરકાયદે અને પોલિટિકલ એજન્ડાથી પ્રેરિત રેલીથી દુર રહેવું.
આ મેસેજ વોટ્સએપ સહિતના માધ્યમો પર જોરશોરમાં વાઈરલ થયા બાદ આજે ચોકબજાર ખાતે રેલીમાં 20 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમની પોલીસે અટકાયત કરી લેતાં રેલીનું આયોજન નિષ્ફળ રહ્યું હતું.
રેલી બાદ પણ એક મેસેજ ફરતો થયો હતો જે અનુસાર, અગત્યની નોંધ આજે કોઈ હીઝાબ રેલી નથી પોલીસ પરવાનગી વગર સુરતમાં આજની હિઝાબ રેલીની જાહેરાત કરનારાઓ AiMiM ના હોદ્દેદારો અને કાર્યકરોના સંદર્ભમાં AiMIM ના ગુજરાતના સંગઠન મંત્રી શ્રી એડવોકેટ ગુલ્લુભાઈ જોડે સુરત નવસર્જન ટ્રસ્ટ પ્રમુખ યુસુફ પઠાણની અગત્યની વાતચીત. AiMiM ની હોદ્દેદાર નજમા આપા આજની રેલી કાઢવાની ઝુંબેશમાં આગેવાન હતા આ બેનને પોલીસ દ્વારા અરેસ્ટ કરાયા ત્યારે ફોટામા સ્પષ્ટ આ બેન પોતે હિઝાબ વગર દેખાય છે. મહિલાઓના નામ આગળ કરનાર પુરુષ મર્દોને શરમ આવવી જોઇએ. એવો પણ મેસેજમાં ઉલ્લેખ થયો હતો.