દિલ્હી NCR સહિત સમગ્ર દેશમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી ગરમી નોંધાવા પામી હતી. જ્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી ગરમી નોંધાયું છે. જ્યારે પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રી પાર પહોંચ્યો હતો. ભૂજ અને રાજકોટમાં 44 ડિગ્રીએ ગરમી પહોંચી હતી. ડીસા અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે.
આ રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે
IMD અનુસાર, હરિયાણા-ચંદીગઢ-દિલ્હીના ઘણા ભાગોમાં અને ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને ઉત્તર મધ્ય પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવથી ગંભીર ગરમીની સ્થિતિ પ્રવર્તશે. પંજાબ, ઓડિશા, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં હીટ વેવ ચાલુ રહેશે, જ્યાં 23 મેના રોજ હીટવેવ આવવાની શક્યતા છે.
અન્ય શહેરોમાં ગાંધીનગર અને રાજકોટમાં 44.5 ડિગ્રી, ભૂજમાં 44.1 ડિગ્રી, વડોદરા અને કંડલામાં 43.2 ડિગ્રી, અમરેલીમાં 43.4 ડિગ્રી, કેશોદમાં 42.5 ડિગ્રી તાપમાન (Weather) નોંધાયું હતું. તો બીજી તરફ સુરેંદ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ અને વલસાડમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાનુ અનુમાન છે કે 24 તારીખે તાપમાન (Weather) 44થી 45ની વચ્ચે રહેશે. તો 25 મેના 47 ડિગ્રી સુધી ગરમી (Heat)નો પારો પહોંચવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 24મી મેથી પાંચમી જૂન પછી હવામાનમાં પલટો આવશે. ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યાર પછી 17મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે.17થી 24મી મે વચ્ચે આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે. આ ઉપરાંત ગુજરાતમાં સાતમીથી 10મી જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે. જ્યારે 14મીથી 18મી જૂન દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 22મી મેના આસપાસ લો પ્રેસર સર્જાવાની અને તે ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે અને 24મી દરમિયાન બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાના આરંભ પહેલા પણ વાવાઝોડાની શક્યતા વધારે રહેતી હોય છે, ત્યારે જો આ વાવાઝોડુ શક્તિશાળી બને અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27મી મે દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધવાની આગાહી પણ કરી છે.