એપ્રિલ-૨૦૧૦ થી વર્ષ-૨૦૧૪ દરમ્યાન ઓફિસ નંબર-૨૧, ધ્રુવિ મોલ, ગોહરબાગ, બીલીમોરા, નવસારી ખાતે ઓફિસ શરૂ કરીને “લાઈફ ટાઈમ ગ્રૃપ” કંપનીના નામે મોટા પાયે છેતરપિંડી થઈ છે. કંપની દ્વારા અલગ અલગ સ્કીમો/પોલિસીઓ, પેન્શન યોજના સ્કીમ તથા ફીક્સ ડીપોઝીટ તથા મંથલી ઇન્કમ પ્લાન જેવી લોભામણી સ્કીમો બહાર પાડવામાં આવી હતી. નવસારી જિલ્લાના બીલીમોરા તેમજ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારના લોકો પાસેથી જેમાં એજન્ટો મારફતે અથવા ડાયરેક્ટ રોકાણ કરનાર રોકાણકારો સાથે થયેલી છેતરપિંડી વિશ્વાસઘાત બાબતે ‘લાઈફ ટાઇમ ગ્રૃપ’ના ડિરેક્ટરો તથા અન્યો વિરૂદ્ધ સીઆઈડી ક્રાઈમ, સુરત ઝોન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
હવે આ કેસમાં આ લાઈફ ટાઈમ ગ્રૃપનો કોઈ લોકો ભોગ બન્યા હોય તો તેમને સીઆઈડી સમક્ષ પહોંચવા અપીલ કરવામાં આવી છે. આ ઠગ કંપનીમાં રૂપિયાનું રોકાણ કરી ભોગ બનેલા રોકાણકારોએ પોતાની પાસે જરૂરી આધાર પુરાવાઓ સાથે સીઆઈડી ક્રાઈમ, સુરત શહેર તપાસ એકમ, એ-બ્લોક, બીજો માળ, બહુમાળી ભવન, નાનપુરા, અઠવાલાઈન્સ, સુરત-૩૯૫૦૦૧ તથા ઓફિસ સંપર્ક નંબરઃ ૬૩૫૯૬ ૨૭૧૩૮ પર કોલ કરીને સમય મર્યાદામાં હાજર રહેવા જણાવાયું છે.
આ સાથેે એક વિશેષ અપીલ સીઆઈડી ક્રાઈમના પીઆઈ ટી.વી.પટેલ દ્વારા એ પણ કરવામાં આવી છે કે, આ ગુના સબંધે કોઈ વિશેષ વિગત જાણતા હોય અને તે માહિતી આપવા માંગતા હોય તેમણે પણ અત્રેની કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે. માહિતી આપનારનની સંપૂર્ણ વિગતો ગુપ્ત રાખવામાં આવશે.