અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહી છે. ત્યારે દેશભરમાં રામભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પ્રાણ પ્રતિષ્ઠામા સહભાગી બનવા માટે સુરતથી બે યુવકો જેગુઆર લઈને નીકળ્યા છે. ખાસ વાત એ છે કે, આ યાત્રામાં સામેલ લક્ઝુરિયસ જેગુઆર કારને રામભક્તિના રંગે રંગી દેવામાં આવી છે. કાર પર ભગવાન શ્રી રામની સાથે રામ મંદિરની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે.
ટેક્સટાઇલ વેપારી સિદ્ધાર્થ દોશી અને મૌલિક જાની સુરતથી અયોધ્યા 1 કરોડની કાર લઈને નીકળ્યા છે. સુરતથી અયોધ્યાનું 1400 કીમીનું અંતર કાપીને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે. રસ્તામાં આવતા મંદિરો, આશ્રમોમાં ભગવાન રામ પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી પણ કરશે.આ અભિયાનની શરૂઆત સુરતમાં રહેતા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ કરી છે. આ યાત્રામાં લક્યુરિયસ જેગુઆર કારને રામભક્તિના રંગે રંગી દેવામાં આવી છે. જેને કારણે આખે આખી કારનો દેખાવ જ બદલાઈ ગયો છે. આ ખાસ તૈયાર કરવામાં આવેલી કાર સુરતથી લઈને અયોધ્યા સુધી લોકોને હર ઘર રામ અભિયાનમાં જોડવાનું કામ કરશે.
સુરતના ટેક્સટાઈલ વેપારી સિદ્ધાર્થ દોશી અને મૌલિક જાની આજે સુરતથી અયોધ્યા 1 કરોડની કાર લઈને નીકળ્યા છે. સુરતથી અયોધ્યાનું 1400 કિમીનું અંતર કાપીને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે. રસ્તામાં આવતાં મંદિરો, આશ્રમોમાં ભગવાન રામપ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી પણ કરશે.
સિદ્ધાર્થ દોશીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે હર ઘર રામ અભિયાનની શરૂઆત કરી છે. 22 તારીખ ના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આરામ ભક્તિમાં સામેલ થવા માટે અમે બે મિત્રોએ આકાર ભગવા રંગ અને રામ મંદિર અને ભગવાન રામથી રંગીને અયોધ્યા જવાનો નિર્ણય કર્યો હતો. સુરતથી અયોધ્યા વચ્ચેના 1400 કિમી માં આવતા શહેરો અને ગામડાઓ સાથે તીર્થસ્થાનો પર ભગવાન પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આપેલા પણ મેં ત્રણ જેટલી આ કારને રંગીને યાત્રાઓ કરેલી છે. હું અને મારા એક મિત્ર મૌલિક જાની આ યાત્રાઓ કરતા રહીએ છીએ અને લોકોમાં જાગૃતિ અને ભક્તિ ફેલાય તેવા પ્રયાસ કરતા રહીએ છીએ.
આ અંગે સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું કે, અગાઉ G-20 અને ચંદ્રયાનની થીમ પર જેગુઆર કાર પેઈન્ટ કરાવી ચૂક્યા છીએ. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે આ ખુશીના માહોલમાં અમારે પણ કંઈક કરવું હતુ. આથી અમે મારી કાર પર ભગવાન શ્રી રામની સાથે-સાથે રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે. જે લઈને અમે અયોધ્યા જવા રવાના થયા છીએ.
2021માં આ કાર યાત્રાની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2022માં કાર ખૂબ જ વાઇરલ થઈ ગઈ હતી. દિલ્હીમાં લોકો દ્વારા ઠેર ઠેર સેલ્ફીઓ પણ લેવામાં આવી હતી. વર્ષ 2023માં પણ યાત્રા કરીને દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષથી આ યાત્રા કરતા હોવાથી યાત્રા અંગે જાણ થતાં જ લોકોએ સામેથી કોલ કરી સ્વાગત કરતા હોય છે.