નવા વર્ષની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જુએ છે. વર્ષ 2024 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2023 માં, ચાર મહત્વના ગ્રહો શનિ, ગુરુ અને રાહુ તેમજ કેતુએ તેમની રાશિ બદલી છે. હાલમાં, શનિ કુંભ રાશિમાં છે, ગુરુ મેષ રાશિમાં છે અને રાહુ મીન રાશિ તો કેતુ કન્યા રાશિમાં છે. ગુરુ વર્ષના મધ્યમાં તેની રાશિ બદલશે. બાકીના ત્રણ મુખ્ય ગ્રહોનું સંક્રમણ 2025 સુધી ચાલશે. આવી સ્થિતિમાં, વર્ષ 2024માં, આ ત્રણ ગ્રહોની અસર દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળશે. આવો જાણીએ કઈ રાશિ પર આ ગ્રહોની શુભ અસર નવા વર્ષ 2024માં જોવા મળશે.
મેષ- વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ આગામી વર્ષ મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. મેષ રાશિના લોકો પર ગુરુનો વિશેષ પ્રભાવ રહેશે. ગુરુ મે 2024 સુધી મેષ રાશિમાં રહેશે, ત્યારબાદ શુક્રની વૃષભ રાશિમાં સંક્રમણ કરશે. ગુરૂ ગ્રહ લગ્ન ભાવમાં હોવાથી મેષ રાશિના જાતકોને વર્ષ 2024માં સારા પરિણામ મળી શકે છે. ભાગ્યના સારા સહયોગથી દરેક કાર્યમાં સફળતા મળશે. આ સિવાય 11મા ભાવમાં શનિ હોવાના કારણે તેમની આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે. અચાનક નાણાકીય લાભની તકો મળશે.
વૃષભ- વૃષભ રાશિના લોકો માટે 2024નું વર્ષ ઘણું સારું ઉત્તમ રહેશે. ન્યાય અને કાર્યના દેવતા શનિ મહારાજ તમારી રાશિથી કાર્યભાવમાં રહેશે જેના કારણે તમને તમારા કાર્યક્ષેત્ર અને કારકિર્દીમાં સફળતા મળવાની સારી તકો છે. વર્ષ 2024 માં તમને કોઈ મોટી સફળતા મળી શકે છે. તમે તમારા કરિયરમાં ખૂબ આગળ વધી શકો છો જેના કારણે તમારા સન્માન, કીર્તિ અને સંપત્તિમાં કોઈ પણ પ્રકારની કમી નહીં આવે. તમને ભૌતિક સુખ-સુવિધાઓ મળશે. વેપારમાં પ્રગતિ થશે અને આવકના નવા સ્ત્રોત થશે.
સિંહ – સિંહ રાશિના લોકો પર પણ શનિ, ગુરુ અને રાહુની શુભ અસર જોવા મળશે. 2024 માં તમે ઘણી પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરશો. શનિદેવ તમારી રાશિથી સાતમા ભાવમાં બિરાજશે. આવી સ્થિતિમાં, જેઓ કોઈની સાથે ભાગીદારીમાં કોઈપણ વ્યવસાય કરી રહ્યા છે, તેઓ તેમાં અપાર સફળતા પ્રાપ્ત કરશે. વર્ષ 2024 તમારા માટે સખત મહેનતથી ભરેલું વર્ષ સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર તમને મોટી જવાબદારીઓ મળી શકે છે. આ સિવાય મે 2024માં ગુરુ 10માં ભાવમાં હોવાને કારણે અઢળક પૈસા કમાવવાની તક મળશે. રાહુ ગ્રહની શુભ અસર તમને અચાનક નાણાકીય લાભની તકો પણ પ્રદાન કરશે. આવનારું વર્ષ એવું વર્ષ સાબિત થઈ શકે છે જ્યારે તમે દેવામાંથી મુક્તિ મેળવશો.