Google વપરાશકર્તાઓની સુરક્ષા માટે નવાં પગલાં લેતું રહે છે. હાલમાં જ ગૂગલે 18 સ્પાય લોન એપ્સ ડિલીટ કરી છે. લાખો લોકોએ પ્લે સ્ટોર પરથી પણ આ એપ્સ ડાઉનલોડ કરી હતી. સોફ્ટવેર કંપની ESETએ પણ આ અંગે એક નવો રિપોર્ટ જાહેર કર્યો છે. કહેવામાં આવ્યું હતું કે 18 એપ્સની ઓળખ કરવામાં આવી છે જે ‘સ્પાયલોન’ એપ તરીકે કામ કરી રહી હતી.
આ એપ્સ કોઈપણ માહિતી આપ્યા વગર યુઝર્સના ડેટાની ચોરી કરતી હતી. આવી સ્થિતિમાં જો તમારા મોબાઈલમાં આ એપ્સ છે તો તમારે તેને આજે જ ડિલીટ કરી દેવી જોઈએ. બાદમાં આ એપ્સનો ઉપયોગ લોન લેતા યુઝર્સને બ્લેકમેલ કરવા માટે કરવામાં આવતો હતો. આ ડેટાના આધારે તેઓ યુઝરને લોન ચૂકવવા દબાણ કરતા હતા અને વધુ વ્યાજની પણ માંગ કરતા હતા.
ESET સંશોધકોએ આ એપ્સની ઓળખ કરી છે જેનો ઉપયોગ વપરાશકર્તાઓને છેતરવા માટે કરવામાં આવી રહ્યો હતો. જ્યારે ગૂગલને આ વિશે જાણકારી મળી તો તેણે એક્શન લીધા અને આ 17 એપ્સને હટાવી દીધી. હવે આવી સ્થિતિમાં જે યુઝર્સે આ એપ ડાઉનલોડ કરી છે તેમણે પણ તેને તરત જ ડિલીટ કરી દેવી જોઈએ.
ગૂગલે જે એપ્સને દૂર કરી તેમાં AA Kredit, Amor Cash, GuayabaCash, EasyCredit, Cashwow, CrediBus, FlashLoan, PréstamosCrédito, Préstamos De Crédito-YumiCash, Go Crédito, Instantáneo Préstamo, Cartera grande, Finupp Lending, 4S Cash, TrueNaira, EasyCashનો સમાવેશ થાય છે.
આવી સંજોગોમાં જો તમારા સ્માર્ટફોનમાં આ એપ્સ છે તો તમારે તેને તરત જ ડિલીટ કરી દેવી જોઈએ. કારણ કે આનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી એવો દાવો કર્યો નથી કે કેટલા ભારતીયોના મોબાઈલમાં આ એપ્સ છે. તમે તમારો સ્માર્ટફોન પણ ચેક કરી શકો છો.