રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે વરસાદને લઈ આ આગાહી કરી છેે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બીજી તરફ જેમાં આજે ધારીના ગીરપંથકમાં તેમજ જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે..જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે.. જાફરાબાદના લોર,ફાયરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા.. ભારે વરસાદના પગલે લોર ગામની ધાતલ નદીમાં અને દલી નદીમાં પૂર આવતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી
અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી છે.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા વરસી શકે છે. તો અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં હળવાની આગાહી છે.
અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે 19 અને 20 જૂન માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં બીજા અને ત્રીજા દિવસે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આજે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
તો બીજી તરફ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે 22મી જૂન માટે આગાહી કરતા જણાવ્યુ છે કે, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે.