એક છોકરી મેટ્રો સ્ટેશનથી આગળ નીકળીને અને ટ્રેક પર બાઉન્ડ્રી ઓળંગી વધી રહી. ત્યારબાદ ત્યાંથી તેણે કૂદીને આત્મહત્યાની ધમકી આપવાનું શરૂ કર્યું. મેટ્રો પોલીસ અને નીચે રોડ પરથી પસાર થઈ રહેલા લોકોની યુવતી પર નજર પડી અને સમજતાં વાર ન લાગી કે કંઈક અજૂગતું થઈ રહ્યું છે. લોકોએ તેને બચાવા બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું હતું.
મેટ્રો સ્ટાફ અને પોલીસે ખૂબ જ સમજદારીપૂર્વક યુવતીને વાતચીતમાં રોકી રાખી હતી. આ રીતે સ્ટાફ અને પોલીસે તેને કૂદતા બચાવી લીધી હતી આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે સાંજે 5 વાગ્યાની આસપાસ છે. પોલીસ યુવતીની પૂછપરછ કરી રહી છે અને કેસની તપાસ કરી રહી છે.