આપણે સૌ ભરનિંદ્રામાં હતા અને બુધ મહારાજે રાત્રે તુલા રાશિમાં ગોચર કરી લીધું છે. બુધનું તુલા રાશિમાં એવા સમયે પરિવર્તન થયું જ્યારે ત્રણ ગ્રહો સૂર્ય, મંગળ અને કેતુ પહેલેથી તુલા રાશિમાં હાજર છે. બુધ તુલા રાશિમાં આવવાથી તુલા રાશિમાં ચાર ગ્રહોનો વિશેષ એટલે કે ચતુર્ગ્રહી યોગ બનશે. આ ચતુર્ગ્રહી યોગ પર મેષ રાશિમાં સ્થિત ગુરુ અને રાહુની સીધી દ્રષ્ટિ થશે. જાણો આ દુર્લભ ગ્રહદશાની તમારા જીવન પર કેવી થઈ શકે છે અસર,
મેષ રાશિઃ- ચતુર્ગ્રહી યોગ મેષ રાશિના લોકો માટે શુભ અસર નથી લાવી રહ્યો. આ યોગ દરમિયાન તમને ધન સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી શકે છે. ખર્ચાઓ અપેક્ષા કરતા વધુ વધી શકે છે. તમારે લોન પણ લેવી પડી શકે છે. તમારે સખત પરિશ્રમ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારાથી ભૂલો થવાની સંભાવના છે અને તેના કારણે તમને નુકસાન થઈ શકે છે. ધંધામાં વિરોધીઓ તરફથી પડકારો આવી શકે છે. પરિવારમાં સંબંધોમાં ખટાશ આવી શકે છે. આ બધા વચ્ચે હાલ સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે.
વૃષભઃ- વૃષભ રાશિના જાતકોને ચતુર્ગ્રહી યોગની અશુભ અસરને કારણે આર્થિક બાબતોમાં સામા પ્રવાહે તરતાં હોવાનો અનુભવ થાય છે. પારિવારિક સમસ્યાઓ પણ વધી શકે છે. તમારે એડજસ્ટમેન્ટ કરવાની અને લોકો સાથે આગળ વધવાની જરૂર છે. પરિવારમાં જીવનસાથી સાથેની કોઈપણ ગેરસમજ કૌટુંબિક બાબતોમાં ફેરફાર લાવી શકે છે. સારું એ રહેશે કે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવાની યોજના બનાવી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, તમારે હવામાનના વિનાશનો સામનો કરવો પડી શકે છે.
મિથુનઃ- મિથુન રાશિના લોકો માટે ચતુર્ગ્રહી યોગ જીવનમાં શુભ પ્રભાવ વધારશે. તમને કાર્યસ્થળ પર સારો અનુભવ મળશે. કામધંધા માટેનું વાતાવરણ આ સમયે તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે. બેરોજગારોને સારી નોકરીની તકો પણ મળી શકે છે. વેપારમાં પ્રયત્નો કરવાથી તમને ઈચ્છિત સફળતા મળશે. લાંબા ગાળામાં પૈસાનું રોકાણ કરવા માટે સારો સમય છે. પગારમાં વધારો તમારી નાણાકીય બાજુને મજબૂત બનાવશે. જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રેમનો વધારો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે.
કર્કઃ- ચતુર્ગ્રહી યોગ કર્ક રાશિના લોકોના જીવનમાં થોડો તણાવ વધારી શકે છે. જીવનમાં આ સમયે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ થોડી નબળી પડી શકે છે. વધારાના ખર્ચાઓને કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે. કાર્યસ્થળ પર કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. આ મહિને તમારે વેપારમાં નુકસાન સહન કરવું પડી શકે છે. લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવી. સંબંધોમાં સુમેળનો અભાવ રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો માતા-પિતાના સ્વાસ્થ્ય પર ખર્ચ થઈ શકે છે.
સિંહઃ- ચતુર્ગ્રહી યોગથી સિંહ રાશિના લોકો માટે સફળતાનો સમયગાળો શરૂ થઈ શકે છે. તમારી કારકિર્દીમાં નવી તકો મળી શકે છે. લેણદારો પાસેથી પૈસા પરત મળતાં આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ આવશે. ધંધાકીય હેતુ માટે કરેલ યાત્રાઓ સફળ થશે. નાણાકીય બાબતોમાં તમને આર્થિક લાભ થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય દરમિયાન તમે ઉર્જાથી ભરપૂર રહેશો, દાંમ્પત્ય જીવનમાં ખટરાગ ન સર્જાય એ ધ્યાન રાખવું.
કન્યાઃ- કન્યા રાશિના લોકોને ચતુર્ગ્રહી યોગથી ધન અને કારકિર્દીમાં જોરદાર લાભ મળશે. તમે પૈસા કમાવવામાં ખૂબ વ્યસ્ત જણાશો. તમને તમારા કરિયરમાં પ્રમોશન મળી શકે છે. આ સમય તમારા માટે નાણાકીય બાબતોમાં સ્થિરતા લાવશે. તમારા જીવનમાં ખુશીઓ ઉમેરાશે. પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો પહેલા કરતા વધુ મધુર બનશે અને તમે તેમના માટે ઉપયોગી બનશો. તમારું સ્વાસ્થ્ય સુધરશે. જૂની તકલીફો ભૂલાવી દેતી ઘટનાઓ સર્જાતાં જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે.
તુલાઃ- ચતુર્ગ્રહી યોગ તુલા રાશિના જાતકો માટે દરેક દ્રષ્ટિએ લાભદાયક માનવામાં આવે છે. તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધશે. તમારી યોજનાઓ સફળ થશે. તમે ઘણા સ્ત્રોતોમાંથી પૈસા કમાઈ શકશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકશો. વ્યવસાયમાં તમારા માટે સફળતાનો સમયગાળો છે. વધુ આવક થવાથી તમારા માનપાનમાં વધારો થશે. સંબંધોની દ્રષ્ટિએ આ યોગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાનુકૂળ પરિણામ મળે. પત્નીની તબિયત સાચવશો.
વૃશ્ચિકઃ- ચતુર્ગ્રહી યોગ વૃશ્ચિક રાશિના લોકો માટે અનુકૂળ પરિણામ આપનારું નહીં રહે. તમારી યોજનાઓ નિષ્ફળ રહેતા તમે નિરાશમાં ધકેલાઈ જશો. આ સમયે તમે વધુ ભૂલો કરશો અને તમારા જીવનમાં ઘણી અવરોધો આવી શકે છે. કારકિર્દીની દૃષ્ટિએ આ સંક્રમણ તમને શુભ પરિણામ નહીં આપે. તમને ધનહાનિ પણ થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં તિરાડ આવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. થોડા દિવસ ખૂબ શાંતિથી પસાર કરી લેવામાં જ સાર છે.
ધનરાશિઃ- ધન રાશિના લોકો માટે ચતુર્ગ્રહી યોગ દરેક પ્રયાસમાં સફળતા અપાવનાર માનવામાં આવે છે. તમને તમારી કારકિર્દીમાં શુભ અવસર મળશે. સહકર્મીઓ સાથે તમારા સંબંધો પહેલા કરતા વધુ સારા રહેશે. તમને વ્યવસાયમાં ઉત્તમ તકો મળશે. આ સમયગાળા દરમિયાન, તમને વધુ પૈસા કમાવવામાં અને સંપત્તિ ભેગી કરવામાં સફળતા મળશે. પરિવારના સભ્યોમાં તમારો પ્રભાવ વધશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. પિતા સાથે સંબંધો સુધરશે અને લાભ મળે.
મકરઃ- ચતુર્ગ્રહી યોગ મકર રાશિના લોકો માટે આર્થિક અને કારકિર્દીની દ્રષ્ટિએ શુભ પરિણામ આપનાર માનવામાં આવે છે. તમારી યોજનાઓ સફળ થશે. તમારી સંપત્તિમાં વધારો થશે. તમને નોકરીની શુભ તકો મળશે. તમે તમારું સ્થાન બદલવા વિશે વિચારી શકો છો. કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવા. નાણાકીય બાબતોમાં સમય સારો છે. પહેલા કરતા વધારે પૈસા બચાવી શકીશો. આ ચતુર્ગ્રહી યોગ તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સારા પરિણામો આપશે. કોઈપણ વાદવિવાદને ટાળવો હિતાવહ રહે.
કુંભઃ- ચતુર્ગ્રહી યોગને કારણે કુંભ રાશિના લોકોનો ધર્મ તરફનો ઝોક વધશે. પરોપકારી કાર્યોમાં વધુ સમય ફાળવશો. જોકે, આ સમયમાં વિરોધીઓ તરફથી મજબૂત પડકારોનો સામનો કરવો પડી શકે છે. પરંતુ સમજદારીથી તમે મુશ્કેલ સમયનો હિંમતપૂર્વક સામનો કરી શકશો. વેપારમાં તમે નવી વ્યૂહરચના સાથે કામ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે. પરિવારના સભ્યો સાથે સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બનશે. તમારું આરોગ્ય પણ પહેલા કરતા સારી રહે. મૃદુભાષી બનવામાં ફાયદો થાય.
મીનઃ- મીન રાશિના લોકો માટે આ ચતુર્ગ્રહી યોગ તણાવનું કારણ માનવામાં આવે છે. ઓફિસમાં સહકર્મીઓના કારણે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં તમારા પર ઘણું દબાણ રહેશે. આ દરમિયાન તમારે વળતરની અપેક્ષા વગર વધારે કામ કરવું પડશે. બિનજરૂરી ખર્ચના કારણે તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ભાગીદારો સાથેના સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. ભગવાનની કૃપા મેળવવા માતા-પિતાની વાતો અવગણશો નહીં. સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવું.