હિંદુ ધર્મમાં, દરેક લોકો 10 દિવસના ગણેશ ઉત્સવની આતુરતાથી રાહ જુએ છે. પંચાંગ મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ 19 સપ્ટેમ્બરના રોજ શુભ યોગમાં શરૂ થશે, તેથી આ તહેવાર ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. ગણેશ ચતુર્થીના દિવસે વૈધૃતિ યોગ બની રહ્યો છે. આ સિવાય સ્વાતિ નક્ષત્ર અને વિશાખા નક્ષત્રનો સંયોગ પણ છે જે ખાસ કરીને મેષ, મિથુન અને મકર રાશિના લોકો માટે સારા સમાચાર લાવી રહ્યા છે.
મેષ
ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ભગવાન ગણેશની કૃપા મેષ રાશિના લોકો પર બની રહેશે. ઘરમાં સુખ-શાંતિ પરત ફરી શકે છે. પૈસાની તંગી દૂર થશે. ભગવાન ગણેશની પૂજા કરો અને સિંદૂર ચઢાવો. ઘરની બધી સમસ્યાઓ દૂર થશે. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે.
મિથુન
મિથુન રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીના દિવસો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસોમાં મિથુન રાશિના લોકોને નવા કાર્યમાં સફળતા મળી શકે છે. કરિયરમાં ઉન્નતિ થશે. રોજગારની નવી તકો મળી શકે છે. વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. વેપારમાં લાભ થશે.
મકર
વિનાયક ચતુર્થી મકર રાશિના લોકો માટે પણ સારા સમાચાર લઈને આવશે. નાણાકીય લાભ થઈ શકે છે. સમાજમાં તમને માન-સન્માન મળશે. નવા રસ્તાઓ કંડારીને સમાજમાં ઉદાહરણરૂપ કાર્ય થઈ શકે છે. મકર રાશિના જાતકોએ દરરોજ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. પ્રસાદ તરીકે ગોળ ચઢાવવો જોઈએ.