ગુજરાતમાં બે દિવસની મુલાકાતમાં આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની એક માત્ર રક્ષા શક્તિ યુનિ.ના નવા ભવનના લોકાર્પણ અને પદવીદાન સમારોહમાં દહેગામ સ્થિત રક્ષા શક્તિ યુનિ. પહોંચતા પુર્વે રાજભવનની રક્ષા શક્તિ યુનિ.નો વધુ એક રોડ-શો યોજાયો.
સમગ્ર માર્ગમાં બન્ને તરફ હજારો લોકોએ વડાપ્રધાનનું અતિ ભવ્ય સ્વાગત કર્યુ હતું.
મોદી સવારે 10 વાગ્યે રાજભવનથી રોડ-શો માટે રવાના થયા હતા અને તેમની સાથે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ જોડાયા હતા. યુવા ભાજપ- ઉપરાંત ભાજપના વિવિધ સંઘ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત થયું હતું.
મોદીનું ચિલોડા સર્કલ તથા દહેગામમાં તથા માર્ગ પર ઠેર ઠેર લોકોએ તેમના લોકલાડીલા નેતા અને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.
માર્ગમાં કેસરી સાફા તથા ભગવા ટોપી સાથે હજારો કાર્યકર્તાઓથી માર્ગ ભરચક દેખાતા હતા.