મુંબઈમાં આયોજિત દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક ‘ગરબા નાઈટ’નો ભાગ બની ગરબે ઝુમવા સ્વભાવિક રીતે ચાહકો ખૂબ ઉત્સાહિત હતા. આ કાર્યક્રમના નામે છેતરપિંડીનો એક કિસ્સો બહાર આવ્યો છે. ગરબા નાઇટના સિઝન પાસની કિંમત 4500 રૂપિયા હતી. ઠગ ટોળકીએ આ મેગા ગરબા ઈવેન્ટનો ગેરલાભ લેવા કાવતરું ઘડી 156 યુવાનોને સસ્તા પાસની લાલચ આપી છેતરપિંડીનો શિકાર બનાવ્યા. મુંબઈ પોલીસે આ છેતરપિંડી કેસમાં ચાર આરોપીની ધરપકડ કરી છે.
દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકની ‘ગરબા નાઇટ’ માટે પાસ માટે ખેલૈયાઓમાં પડાપડી ચાલી રહી હતી.આ મોકાનો ગેરલાભ ઊઠાવી બોરીવલી (વેસ્ટ)ના વિશાલ શાહ તરીકે ઓળખ આપતી એક વ્યક્તિએ કાર્યક્રમના સત્તાવાર વિક્રેતા તરીકે પોતાનો પરિચય આપી 4500ન સિઝન પાસ 3,300 રૂપિયામાં અપાવવાની લાલચ લોકોને આપી હતી. લોકો આ લોભમાં પડી ગયા અને જોતજોતામાં આ સસ્તા પાસ ખરીદનારા ખેલૈયાઓની સંખ્યા 156 પર પહોંચી ગઈ. છેતરપિંડી કરનારે પૈસા લીધા પરંતુ કોઈને પાસ પણ આપ્યા ન હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં યુવકોએ સાથે મળીને પોલીસને આપવિતી જણાવી. આ મામલે પોલીસે આઈપીસીની કલમ 406, 420 અને 34 હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.
મુંબઈની MHB પોલીસે ફાલ્ગુની પાઠકની ‘ગરબા નાઈટ’ માટે પાસ ખરીદવા જતાં ભેરવાઈ પડેલા 156 લોકો સાથે ઠગવિદ્યા આચરવાના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઠગ પાસેથી એક કાર, રૂ. 91 હજાર રોકડા અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. મુંબઈ ઝોન 11ના ડીસીપી અજય બંસલે કહ્યું, ‘ગરબા નાઇટ માટે પાસના નામે 160 જેટલા લોકો સાથે રૂ.5 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. અમે આ કેસમાં ચાર આરોપીની ધરપકડ થઈ છે.